સામગ્રી: –
- 1/2 કિલો બાસમતી ચોખા,
- 15 ગ્રામ લસણ,
- 75 ગ્રામ દહીં,
- 125 ગ્રામ ડુંગરી,
- 15 ગ્રામ આદુ,
- 250 ગ્રામ મટન,
- 5 ઈલાયચી,
- 10 કાળા મરી,
- 15 ગ્રામ આખા ધાણા,
- મીઠુ સ્વાદ મુજબ
રીત:
- સૌપ્રથમ બાસમતી ચોખાને અડધો કલાક પલાળી દો. લસણ, આદુ, ડુંગળી , ઈલાયચી, કાળા મરી, અને ધાણાને વાટીને પેસ્ટ તૈયાર કરો. પેસ્ટને દહીંમાં ભેળવી દો. હવે મટનના ટુકડાં કરો અને ખીમો પણ તૈયાર કરી આમાં નાખી દો. થોડુ પાણી અને સ્વાદમુજબ મીઠુ નાખી તેને ઉકાળો. ઉકાળ્યા પછી મટન અને ખીમાને આમાંથી કાઢી લો. બચેલી ગ્રેવીમાં ચોખાનું પાણી નિતારીન તેને નાખીને ઉકાળો. જરૂર પડે તો થોડુ પાણી નાખીને ભેળવી લો. હવે મટન અને ખીમાને બીજી હાંડીમાં નાખો, તેની ઉપર ઉકાળેલા ચોખા મુકો. ઉપરથી કેવડાનુ પાણી અને કેસર ભેળવી દો. હાંડીને ઢાંકીને 15 મિનિટ સુધી થવા દો.તૈયાર છે તમારી ચિકન રાઈસ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News