હારીજ APMC ખાતે કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ફેસ માસ્ક સહિતના સુરક્ષા સાધનોનું વિતરણ

પોસ્ટ કેવી લાગી?
  • બિનજરૂરી રીતે બજારમાં ફરવાનું ટાળો, સામાજીક અંતર જાળવીને જ કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહી શકાશે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર
  • ખાનગી મોટર ઉત્પાદક કંપનીના સહયોગથી કોરોના વોરિયર્સને PPE કીટ, ફેસ શિલ્ડ, N-95 માસ્ક અને ઈન્ફ્રારેડ થર્મોમીટર સહિતના સાધનોનું વિતરણ
  • કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાત-દિવસ કામ કરી રહેલા આરોગ્ય અને પોલીસ વિભાગના કર્મયોગીઓને શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે PPE કીટ, ફેસ શિલ્ડ અને N-95 માસ્ક સહિતાના સુરક્ષા સાધનો અર્પણ કરવામાં આવ્યા છે. વધુમાં મંત્રીશ્રી દ્વારા હારીજ શહેર અને આસપાસના વિસ્તારના શાકભાજીની લારી ચલાવતા લોકો માટે પાંચ હજાર જેટલા હેન્ડ ગલ્વ્ઝ અને તૂરી પરિવારના ૩૦ જેટલા પરિવારોને રાશન કીટ આપવામાં આવ્યા છે.
  • હારીજ APMC ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી તથા તાલુકા હેલ્થ ઑફિસરશ્રીને આરોગ્યલક્ષી સુરક્ષા સાધનો અર્પણ કરવામાં આવ્યા. સામાજીક અંતર જાળવવાના સ્વયંભુ પાલન સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતીમાં કેબિનેટ મંત્રીશ્રી દ્વારા ખાનગી કંપનીના સહયોગથી જિલ્લા આરોગ્ય તંત્ર અને પોલીસ વિભાગને ૩૦૦ નંગ PPE કીટ, ૩૦૦ નંગ ફેસ શિલ્ડ, ૫૦૦ નંગ N-95 માસ્ક, ૫૦૦ જોડી રિયુઝેબલ ગ્લવ્ઝ, ૧૦૦૦ જોડી નાઈટ્રાઈલ હેન્ડ ગ્લવ્ઝ, ૧૦ હજાર નંગ થ્રી પ્લાય સર્જીકલ માસ્ક તથા ૫ નંગ ઈન્ફ્રારેડ થર્મોમીટર આપવામાં આવ્યા. આ કંપની દ્વારા એક હજાર જેટલી રાશન કીટ પણ તૈયાર કરવામાં આવી છે જેનું રાધનપુર પ્રાંતમાં વસતા ૨૨૬ પાકિસ્તાની નિરાશ્રિત પરિવારો સહિતના જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ કરવામાં આવશે.
  • આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, સરકારે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપી છે પરંતુ માસ્ક પહેરીશું અને સામાજીક અંતર જાળવીશું તો જ સુરક્ષિત રહી શકાશે એટલે બિનજરૂરી રીતે બજારમાં ફરવાનું ટાળો. કોરોના વાયરસના સંક્રમણથી ગભરાવાની જગ્યાએ સૌએ પૂરતી તકેદારી રાખી તેની સામે લડવા સૈનિક બનવાનું છે. સાથે સાથે કોરોના મહામારી સમયે પોલીસ અને આરોગ્યની ટીમ જે રાત-દિવસ કામ કરી રહી છે તેને પૂરતો સહયોગ આપો.
  • આવશ્યક ચીજવસ્તુઓ અને શાકભાજી વેચનારા ફેરિયાઓ થકી પણ કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ છે ત્યારે કેબિનેટ મંત્રીશ્રી દ્વારા હારીજ શહેરના શાકભાજી વેચનારા ફેરિયાઓ તથા છૂટક વેપારીઓ માટે ૫,૦૦૦ જેટલા હેન્ડ ગ્લવ્ઝ આપવામાં આવ્યા છે. લોકજાગૃતિ માટેના પરંપરાગત માધ્યમ એવા ભવાઈ વેશને જીવંત રાખનારા તૂરી સમાજના ૩૦ પરિવારોને હારીજ APMC દ્વારા રાશનકીટ આપવામાં આવી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures