સામગ્રી :-
- 5-6 બ્રેડ, 1/4 રવો, 1/2 ચમચી જીરુ, 1/2 કપ દહી, 1 બારીક સમારેલી ડુંગળી. 1-2 લીલા મરચા ઝીણા સમારેલા, 1/2 કપ ચોખાનો લોટ, 2 મોટી ચમચી લીલા ધાણા, 5-6 કડી લીમડો, 1 કપ તેલ, મીઠુ સ્વાદમુજબ.
- રીત:-
- બ્રેડને નાના નાના ટુકડામાં કાપીને એક મોટા બાઉલમાં મુકી દો અને તેમા દહી, ચોખાનો લોટ અને રવો નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમા સમારેલી ડુંગળી, સમારેલા મરચા લીલા ધાણા કઢી લીમડો જીરુ હીંગ અને મીઠુ નાખીને લોટની જેમ બાંધી લો. કઢાઈમાં તેલ ગરમ કરો. હવે તૈયાર થયેલ મિશ્રણમાંથી નાના નાના વડા તૈયાર કરો અને તેમા વચ્ચે કાણુ કરતા જાવ. તેલમા આ વડા નાખીને સોનેરી થતા સુધી તળી લો. નારિયળની ચટણી સાથે કે તમારી કોઈ મનપસંદ ચટણી સાથે મિક્સ કરો.તૈયાર છે તમારા બ્રેડ વડા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News