ઈંગ્લેન્ડની એક ટીનએજ માએ તેની પ્રેગ્નેન્સી દરમિયાનની સ્ટોરી શેર કરી છે. એમ્મા લેવિસ માત્ર 13 વર્ષની ઉંમરે પ્રગ્નેન્ટ થઈ ગઈ હતી અને પૂરા 9 મહિના સુધી પ્રેગ્નેન્સીની વાત તેની મા અને દુનિયાથી છૂપાવીને રાખી. પ્રેગ્નેન્સીની વાત કન્ફર્મ થતા પહેલા તો તેણે પેટ પર મુક્કા માર્યા જેથી બાળક પડી જાય. પછી વધતા પેટની ખબર ના પડે એટલા માટે તે ઢીલો યુનિફોર્મ પહેરવા લાગી. પ્રેગ્નેન્સીનો ખુલાસો ત્યારે થયો જ્યારે એમ્મા લેબર પેઈનમાં ગઈ અને તેને હોસ્પિટલ લઈ જવી પડી.
હાઈસ્કૂલમાં પહોંચી ખોટા રસ્તે ચડી ગઈ
મેડસ્ટોનમાં રહેતી 28 વર્ષીય એમ્માએ યૂટ્યૂબ ચેન્લ પર તેની ટીનએજ લાઈફની સ્ટોરી શેર કરતા જણાવ્યું કે, તેનું બાળપણ સરકાર તરફથી બનાવાયેલા કાઉન્સિલ હાઉસમાં પસાર થયું, જ્યાં તે તેની મા સાથે સરકાર તરફથી મળતી મદદ પર રહેતી હતી. એમ્મા પ્રમાણે, જ્યારે હું કેથોલિક પ્રાઈમરી સ્કૂલમાં ભણવા માટે જતી હતી બહુ સારી વિદ્યાર્થી હતી. પણ જેવી મેં મારી હાઈસ્કૂલ શરૂ કરી, એવી જ વસ્તું એકદમ બદલાી ગઈ. તેણે જણાવ્યું કે, 10 વર્ષની ઉંમરે મને પીરીયડ્સ આવવા લાગ્યા હતા અને મારું શરીર સંપૂર્ણ રીતે ડેવલપ થઈ ચૂક્યું હતું. ક્લાસના છોકરાઓથી માંડીની સીનિયર છોકરાઓ સુધી બધાની નજર મારા પર જ રહેતી હતી. હું મોટી થઈને લોયર બનવા માંગતી હતી અને મારી લાઈફમાં કંઈક સારું કરવા માંગતી હતી, પરંતુ હાઈસ્કૂલમાં જતા જ હું આ કારણે એટલી પોપ્યુલર થઈ ગઈ કે ખોટા રસ્તે ચડી ગઈ. તેણે જણાવ્યું કે, જાન્યુઆરી 2003માં મેં 17 વર્ષના એક છોકરાના કોન્ટેક્ટમાં આવી અને બહુ નાની ઉંમરે મેં મારી વર્જિનિટી ગુમાવી દીધી. આ સારો અનુભવ નહોતો, પરંતુ જે થવાનું હતું એ થઈ ગયું.
પ્રેગ્નેન્સીની વાત આવી સામે
એમ્માએ જણાવ્યું કે, લગભગ એક મહિના બાદ પીરીયડ્સ ના આવ્યા અને તબીયત પણ ખરાબ થવા લાગી. મને સમજાઈ ગયું હતું કે, હું પ્રેગ્નેન્ટ છું. મેં આ વાત છોકરાને પણ કરી દીધી હતી. જોકે, પછી હું ડરી ગઈ અને પછી કોઈની સાથે આ વાત શેર ના કરી. મેં મારી મેટ અને મને ઓળખતા લોકોથી પીરીયડ્સ ના આવવાની વાત છૂપાવી કારણ કે, મને લાગતું હતું કે, આ પ્રેગ્નેન્સી આપમેળે ગાયબ થઈ જશે. એમ્મા પ્રમાણે, તેણે પ્રેગ્નેન્સી ટેસ્ટ પણ નહોતો કરાવ્યો, પરંતુ લગભગ 5 મહિના બાદ પેટ વધવા લાગ્યું અને પ્રેગ્નેન્સીની વાત કન્ફર્મ થઈ ગઈ. તે સમયે બાથરૂમમાં પેટ પર મુક્કા મારતી રહી, જેથી બાળક પડી જાય. હું પોતાને 13 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ મહિલા તરીકે દેખવા માંગતી હતી. 5 મહિના બાદ મને બહુ બધી તકલીફો પડવા લાગી, પરંતુ બધુ દુનિયાથી છૂપાવી રાખી હતી. મારું પેટ બધાથી છૂપાવી રાખવા માટે મેં મારા માટે મોટા કપડા ખરીદવાના શરૂ કરી દીધા. સ્કૂલના યુનિફોર્મ સુધી હું મારાથી મોટા સાઈઝનો લઈ આવી હતી પણ આ દુનિયાને ખબર પડવાની જ હતી. 4 ઓક્ટોબર 2003ના રોજ હું સોફા પર બેસીને મારું હોમવર્ક કરી રહી હતી ત્યારે મારું બ્લેક ટ્રાઉઝર ભીનું થવા લાગ્યું. મને લાગ્યું મારાથી પાણી પડી ગયું હશે. હું જેવી બાથરૂમમાં ગઈ તો ભયંકર દુખાવો શરૂ થઈ ગયો. હું દુખાવાથી બુમો પાડી રહી હતી અને મારી માના બેડ પર જઈને સુઈ ગઈ. મેં એમ્બ્યુલન્સ બોલાવી અને મારી મા આ બધુ જોઈને હેરાન હતી.
માનો હકીકત સામે થયો સામનો
ઘરે પહોંચેલી પેરામેડિક્સની ટીમે જણાવ્યું મારા પેટમાં બાળક છે અને તરત મને હોસ્પિટલ લઈ ગયા. ચેકઅપ દરમિયાન તેને બાળકની હાર્ટબીટ ન સંભળાઈ, ત્યારે મને લાગ્યું કે બાળકનું મોત થઈ ગયું છે. જોકે, થોડા સમય બાદ નોર્મલ ડિલિવરીથઈ મેં મારી દીકરીને જન્મ આપ્યો. 9 મહિના સુધી જે પ્રેગ્નેન્સી અને બાળકને હું નકારતી રહી હતી, તેને પેદા થતા હું બહુ ખુશ હતી અને મને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. એમ્માએ જણાવ્યું કે, ડિલિવરી બાદ સોશિયલ સર્વિસ ટીમ પહેલા હોસ્પિટલ પહોંચી અને અમારા બન્ને વિશે જાણકારી લીધી. પછી ટીમ પાછી મારા ઘરે પણ પહોંચી અને મારી સાથે મારી લાઈફસ્ટાઈલને લઈને સવાલ કર્યા. તેમણે જણાવ્યું કે, સોશિયલ સર્વિસ ટીમ એ જોવા માંગે છે કે, મારું બાળક મારી પાસે સેફ છે કે નથી અને હું તેની પરવરિશ કરી લઈશ કે નહીં. બધુ બરાબર જણાતા ટીમ પાછી જતી રહી.
બાળકની પરવરિશમાં મળ્યો સપોર્ટ
ઘણા મહિના સુધી હું મારી બાળકી સાથે ઘરમાં રહી અને તેનો ઉછેર કરવામાં મારી મા સાથે મારા મિત્રોએ ઘણો સપોર્ટ કર્યો. ત્યારબાદ મેં તેને મારી મા સાથે મૂકીને પાછી સ્કૂલે જવા લાગી. જ્યારે દીકરી નર્સરીમાં જવા જેટલી થઈ ગઈ તો તેને હું નર્સરીમાં મૂકીને સ્કૂલે જતી અને પછી તેને લઈને ઘરે આવતી હતી. 18 વર્ષની થયા બાદ મેં બર્મિધમમાં મારી માનું ઘર છોડી દીધું અને મારી બાળકીના પિતા સાથે રહેવા માટે મેડસ્ટોન જતી રહી. અહીંયા અમે આગળનો અભ્યાસ ચાલું રાખ્યો. એમ્માએ જણાવ્યું કે, 20 વર્ષની ઉંમરથી હું સારી જોબ કરી રહ્યું છે. સાથે જ 14 વર્ષની દીકરી અને પરિવારનો પણ ખ્યાલ રાખી રહી છું. અમારી લાઈફ બહુ સારી ચાલી રહી છે અને હવે મને લાગે છે ટીનએજમાં મા બનવાથી જિંદગી અટકતી નથી.