- નોરા તેના હોટ ફિગર અને અદ્ધભૂત ડાન્સિંગ સ્ટાઇલના માટે વખણાય છે.બોલિવૂડના અદ્ઘભૂત ડાન્સરમાંથી એક છે નોરા ફતેહી. તે તેની ડાસિંગ ટેલેન્ટનો જલવો તે હાલ જ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 માં બતાવી ચૂકી છે. અને આ ફિલ્મમાં લોકોને તેનો ડાન્સ અને એક્ટિંગ ખૂબ જ પસંદ આવ્યા છે.
- ત્યારે દિલબર દિલબર ગીતથી પોતાના હોટ ફિગર અને મનમોહક અદાઓથી લોકોના મન જીતનારી નોરાનો આજે જન્મ દિવસ છે. સાકી સાકી અને ગર્મી જેવા ગીતો કરીને નોરાએ બોલીવૂડમાં પોતાની આગવી જ ઓળખ બનાવી છે. વળી તેની ફેન ફોલોઇંગ પણ કોઇ બોલિવૂડ અભિનેત્રી કરતા ઓછી નથી. મોરોક્કન કેનેડિયન મૂળની નોરાએ બિગ બોસ સીઝન 9 અને ડાન્સ શો ઝલક દિખલાજામાં પણ પોતાની ટેલેન્ટ બતાવી છે. અને બોલિવૂડ સિવાય પણ અન્ય ભારતીય ભાષામાં નોરા કામ કરી ચૂકી છે.
- નોરા તેના હોટ ફિગર અને અદ્ધભૂત ડાન્સિંગ સ્ટાઇલના માટે વખણાય છે. અનેક યુવતીઓ પણ તેના જેવું ફિગર મેળવવા માંગે છે ત્યારે આજે અમે તમને નોરાનો ડાયેટ પ્લાન અને તે જે હેલ્થ ટિપ્સ ફોલો કરે છે તે અંગે જણાવીશું. જેથી કરીને તેમ પણ તમારા શરીરને વધુ સુડોળ અને સુંદર કરી શકો.
- નોરા એક સારી બેલી ડાન્સર છે. નોરાનો વર્કઆઉટ રુટિન પણ કંઇ ખાસ મુશ્કેલ નથી. તે પોતાના ફિગરને મેન્ટેન કરવા માટે સૌથી વધારે તો ડાન્સ કરે છે. અને તે ડાન્સને એન્જોય પણ ખૂબ જ કરે છે. તે પૂરા દિવસમાં ફંક્શનલ ટ્રેનિંગ, વેટ લિફ્ટિંગ, પોલ ડાન્સિંગ, પિલાતે અને ડાસિંગ જેવી એક્ટિવિટી કરે છે. નોરાએ પોતે આ વાત જણાવી છે કે તે બહુ જીમ નથી જતી પણ તે ખૂબ જ વર્કઆઉટ પણ નથી કરતી પણ વેટ લોસ માટે તે Pilates કરી છે જે શરીરને ટોન કરવા માટે ખૂબ જ સારું છે.
- વધુમાં નોરા બેલી ડાન્સ, હિપ હોપ અને કંટેમ્પરી ડાન્સ કરી પોતાના શરીરને ફિટ રાખે છે. અને વળી તે પોલ ડાન્સિંગ પણ કરે છે જે કોર વર્કઆઉટ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. નોરાનું ડાયેટ રુટિન પણ સામાન્ય છે. તેને અલગ અલગ રીતના ખોરાક ખાવાનું પસંદ છે. અને જે જંક ફૂડથી લઇની પાણી પૂરી પણ દબાઇને ખાઇ શકે છે.
- નોરા તેના કેરિયરની શરૂઆતમાં વજન વધારવા માંગતી હતી. આજે તે બોલિવૂડની સૌથી ફિટ હિરોઇનોમાંથી એક છે. નોરા તેની ફિટનેસ માટે ટાઇમ મેનેજમેન્ટ, કસરત અને તેમના ડાન્સને શ્રેય આપે છે. જેના કારણ તે આટલી ફિટ અને હોટ દેખાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News