- નિયમિત ચાલવાથી સેક્સલાઇફ સુધરે છે, જાણો તેના અન્ય ફાયદા!
- આપણે અનેકવાર સાંભળ્યું હશે કે ચાલવાની કસરત અન્ય કસરત કરતા સૌથી શ્રેષ્ઠ છે. ચાલવાની ટેવ પાડી હોય તો પણ વજન ઘટે છે તેની સાથે શરીર ફિટ પણ રહે છે. કસરત કરવા ઈચ્છુક ન હોય તેવા લોકો માટે વધુ પ્રયાસ વગર શરીરને ફિટ રાખવુ હોય તો ચાલવું ઉત્તમ માનવામાં આવે છે. તો આજે આપણે જાણીએ ચાલવાનાં અનેક ફાયદા.
- દરરોજ ચાલવાથી હૃદય રોગનો ખતરો દૂર રહે છે. તે થવાની તક ઘટી જાય છે. જે લોકો નિયમિત ચાલે છે તેમનામાં આ રોગ થવાનું જોખમ ઓછું રહે છે. ઉપરાંત જેમને હૃદયરોગનો હુમલો આવી ગયો હોય કે પછી બાયપાસ સર્જરી કરાવી હોય તો તેમની તંદુરસ્તીમાં સુધારો જોવા મળે છે.
- નિયમિત ચાલવાથી સેક્સ લાઈફમાં પણ સુધારો આવે છે. કારણ કે ચાલવાથી લોહીનું પરિભ્રમણ નિયમિત બને છે તેના કારણે ફરક જોવા મળે છે.
- હાઈ બ્લડપ્રેશરના દર્દી હોય તેમને લોહીનું દબાણ ઘટાડવા માટે પણ ચાલવું એ શ્રેષ્ઠ રસ્તો છે.
- દરરોજ ચાલવાથી રક્તનો જથ્થો યોગ્ય પ્રમાણમાં રક્તવાહિનીઓમાં વહેવા લાગે છે. તેના કારણે આ જોખમ ઘટે છે. હાડકાની મજબૂતાઈમાં પણ વધારો થાય છે. ઉપરાંત ડાયાબિટીસ, તણાવ, ચંચળતા, અનિદ્રા, વધુ પડતી ચરબી, કોલેસ્ટરોલ વગેરેમાં ચાલવું ગુણકારી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News