- કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કૉલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સંચાલકોએ છાત્રાઓ પર દબાણ લાવીને આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ છાત્રાઓની માંગણી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. છાત્રાઓના કહેવા પ્રમાણે તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી છે. સાથે જ એવી પણ ધમકી આપવામાં આવી હતી કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે. જો કોઈને મંજૂર ન હોય તો કૉલેજ કે હૉસ્ટેલ છોડીને જઈ શકે છે.
- કૉલેજની વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ :
- છાત્રાઓના આક્ષેપ પ્રમાણે બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. જે બાદમાં માસિક ધર્મ અંગે પૂછપરછ કરીને એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જઈને તેમની તપાસ કરવામાં આવી હતી.
- સંચાલકોએ ધમકી આપી :
- આ ઘટના બાદ વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધવ્યો હતો. જે બાદમાં તેમને એવી ધમકી આપવામાં આવી હતી કે, જો તમારે વિરોધ કરવો હોય તો તમે હૉસ્ટેલ છોડીને જઈ શકો છો. વિદ્યાર્થિનીઓના કહેવા પ્રમાણે તેમને એવું કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં પણ પ્રકારની તપાસ થશે. જેમને અભ્યાસ કરવો હોય એ કરે બાકી પોતાના ઘરે જઈ શકે છે. આ ઉપરાંત છાત્રાઓને જે થાય તે કરી લેવાનું પણ કહેવામાં આવ્યું હતું.
- સંચાલકોએ માફી માંગી :
- આ મામલે કૉલેજની તમામ વિદ્યાર્થિનીઓએ વિરોધ કરતા સંચાલકોએ અમુક વિદ્યાર્થિનીઓને ઑફિસમાં બોલાવી હતી અને ઇમોશનલ બ્લેકમેલ કરીને આ વાતને પૂરી કરવાનું કહ્યું હતું. વિદ્યાર્થિનીઓને કહેવા પ્રમાણ તેમને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી લખાણ પણ લખાવી લીધું હતું. સાથે જ સંચાલકોએ છાત્રાઓને એવું પણ કહ્યું હતું કે જો તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો. પગલાં લેવાની વાત ન કરો.
- સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં રહેતી છાત્રાઓએ આ મામલે જણાવ્યું હતું કે, “અમે આ સંસ્થાના નિયમોનું પાલન કરીએ છીએ. જો કોઈ નિયમ તોડે છે તો તેને શિક્ષા આપવામાં આવે છે. અમે લોકો માસિક ધર્મનું પણ પાલન કરીએ છીએ. અમને છેલ્લા બે ત્રણ દિવસથી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.”હૉસ્ટેલમાંથી કૉલેજમાં ફોન કરાયો : છાત્રાના કહેવા પ્રમાણે, “બુધવારે કૉલેજની હૉસ્ટેલમાંથી કૉલેજમાં ફોન કરવામાં આવ્યો હતો કે છોકરીઓના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવે. જે બાદમાં કોલેજના સંચાલકોએ ચાલુ કોલેજમાં વિદ્યાર્થિનીઓને પેસેજમાં બેસાડી હતી જે વિદ્યાર્થિનીઓ માસિક ધર્મમાં હોય તેને ઉભા થવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદમાં બે છોકરીઓ ઉભી થઈને બાજુમાં બેસી ગઈ હતી. જે બાદમાં એક પછી એક એમ તમામ છોકરીઓને વૉશરૂમમાં લઈ જવામાં આવી હતી અને માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવી હતી. સંચાલકોના આદેશ બાદ અમે કપડાં ઉતારવા મજબૂર હતાં.
- આ લોકો સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ.”કડક પગલાં લેવામાં આવે ,છાત્રાઓઓ મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, “કૉલેજના મહિલા પ્રિન્સિપાલ રીટાબેને અને અન્ય શિક્ષિકાઓએ આવી ફરજ પાડી હતી. કોઈની સાથે કૉલેજ, હૉસ્ટેલ કે અન્ય જગ્યાએ આવું ન થવું જોઈએ. આ વાતને લઈને કડક પગલાં લેવા જોઈએ.” આ સાથે જ છાત્રાઓએ એવી પણ રજૂઆત કરી હતી કે, અમે સંચાલકો સામે પ્રદર્શન કર્યું છે માટે અમારા રિઝલ્ટ પર તેની અસર પડવાની શક્યતા છે. આથી અમારી વિનંતી છે કે અમારી કરિયર પર આની કોઈ જ અસર ન થાય.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News