- જો તમારે ઓછી કિંમતમાં વધુ ફાયદાવાળો પ્લાન ઈચ્છો છો તો એરટેલ આપને સારી તક આપી રહી છે. ઓછી કિંમતમાં કંપની અનલિમિટેડ કૉલિંગ જેવા ફાયદા ઑફર કરે છે.એરટેલ પોતાના પ્રીપેડ રિચાર્જ પ્લાનની યાદીમાં 19 રૂપિયા જેવો ખૂબ સસ્તો પ્લાન પણ આપી રહી છે, જ્યાં ગ્રાહકોને ફ્રી કૉલિંગનો ફાયદો મળે છે. આવો જાણીએ આ પ્લાનની તમામ વિગત…

- એરટેલે પોતાના આ પ્લાનને ‘Truly Unlimited’ કેટેગરીમાં રાખ્યો છે, એટલે કે તેમાં અનલિમિટેડ કૉલિંગ મળે છે. આ પ્લાનની ખાસિયતની વાત કરીએ તો તે તેનું ફ્રી કૉલિંગ જ છે કારણ કે આટલી ઓછી કિંમતમાં Unlimited Call ખૂબ ફાયદારૂપ છે.આ પ્લાનની વેલિડિટી માત્ર બે દિવસની છે. તો એરટેલ ગ્રાહક 19 રૂપિયાવાળા રિચાર્જ કરાવીને બે દિવસ સુધી મફતમાં વાતો કરી શકો છો. ઇન્ટરનેટ ડેટાની વાત કરીએ તો ગ્રાહકોને તેમાં 200MB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં ફ્રી SMSની સુવિધા નથી.
- 149 એરટેલના આ પ્લાનમાં પણ યૂઝર્સને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં યૂઝર્સને કુલ 2 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની સાથે જ તેમાં કુલ 300 SMS પણ મળશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.તેમાં ગ્રાહકોને ફ્રી Hello Tunesની સુવિધા મળશે. તેમાં એરટલે Xtreme Appનો બેનિફિટ પણ આપવામાં આવે છે. એરટેલ Xtremeમાં 370થી વધુ લાઇવ TV ચેનલ, 10 હજારથી વધુ ફિલ્મો અને TV Shows સામેલ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News