- બૉલિવૂડના સૌથી વધુ ચર્ચિત 65માં ફિલ્મફેર એવોર્ડસ સમારોહનું શનિવારે રાત્રે આયોજન થયું હતું. મુંબઈમાં યોજાયેલા આ એવોર્ડ સમારંભમાં રણવીરસિંહ-આલિયા ભટ્ટની ફિલ્મ ગલીબૉયે અપેક્ષાઓ પર ખરા ઉતરીને 12 એવોર્ડ જીત્યા હતા. ફિલ્મ એવોર્ડ સમારંભમાં ડંકો વગાડી અને દીધો હતો. આ એવોર્ડ સમારંભનું ટેલિવિઝન પ્રસારણ આગામી 16મી ફેબ્રુઆરીએ રવિવારે થશે.
- આ એવોર્ડ શોનું આયોજન ગુવહાટીના ઇન્દિરા ગાંધી એથ્લેટિક્સ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. એવોર્ડ સેરેમનીને વિક્કી કૌશલ અને કરણ જોહરે હોસ્ટ કર્યો હતો. ટેલિવિઝન પર આ શોનું પ્રસારણ રવિવારે 16મી ફેબ્રુઆરીએ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યાથી થશે. ફિલ્મફેર.કોમના અહેવાલ મુજબ આ સમારંભમાં ફિલ્મ ગલીબૉયને બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ડાયરેક્ટર, ફિલ્મ સહિત 12 એવોર્ડ્સ મળ્યા છે.
- ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ – ગલી બૉય. ફિલ્મને શ્રેષ્ઠ એક્ટર (મુખ્ય ભૂમિકા) – રણવીર સિંઘ- ગલી બૉય, બેસ્ટ એક્ટ્રેસ -આલિયા ભટ્ટ। ગલી બૉય, બેસ્ટ ડાયરેક્ટર ,ઝોયા અખ્તર- ગલી બૉય બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, સિદ્ધંત ચતુર્વેદી, ગલી બૉય, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- અમૃતા સુભાષ- ગલી બૉય, બેસ્ટ સંવાદ – વિજય મૌર્ય – ગલી બૉય, બેસ્ટ સ્ક્રીનપ્લે , રીમા કાગતી અને ઝોયા અખ્તર ,ગલી બૉય બેસ્ટ સિનેમેટોગ્રાફી – જય ઓજા – ગલી બૉય બેસ્ટ બેકગ્રાઉન્ડ સાઉન્ડ સ્કોર, કર્ષા કાલે અને સેલ્વેજ ઑડિયો કલેકટિવ – ગલી બૉય બેસ્ટ મ્યુઝિક આલ્બમ ,ગલી બૉય અને કબીર સિંઘ બેસ્ટ ગીતો ,દૈવી અને અંકુર તિવારી – અપના ટાઇમ આયા એવોર્ડ મળ્યા હતા.
- ફિલ્મફેર એવોર્ડ્સની શરૂઆત 1954 માં થઈ હતી, જ્યારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સ્થાપના પણ થઈ ન હતી. અગાઉ એવોર્ડ સમારંભનું નામ ‘ધ ક્લેર્સ’ હતું, જે ફિલ્મ વિવેચક ક્લેર મેન્ડિનોચાના નામ પર આધારિત હતું. 21 માર્ચ 1954 ના રોજ યોજાયેલા પ્રથમ એવોર્ડ સમારોહમાં, ફક્ત પાંચ એવોર્ડ રાખવામાં આવ્યા હતા. હિન્દી ફિલ્મના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન માટે અંગ્રેજી મેગેઝિન ફિલ્મફેર દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડ જાહેર લોકો અને જૂરીના સભ્યોના મતાને આધારે આપવામાં આવે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News