- રેલવે પુનર્વિકસિત રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ જનસુવિધા માટે એરપોર્ટની જેમ શુલ્ક વસુલ કરશે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી. હવાઈ યાત્રામાં યૂઝર ડેવલપમેન્ટ ફી ટેક્સનો ભાગ હોય છે, જે હવાઈ યાત્રી ચૂકવે છે. યૂડીએફ વિભિન્ન એરપોર્ટ પર વસુલવામાં આવે છે અને તેના દર વિભિન્ન પહેલુઓ પર નિર્ભર હોવાના કારણે અલગ-અલગ છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે જણાવ્યું હતું કે, નવા વિકસિત રેલવે સ્ટેશનો પર શુલ્ક ત્યાં આવનારા યાત્રિઓની સંખ્યાના આધાર પર અલગ-અલગ હશે.
- મંત્રાલય ટુંક સમયમાં શુલ્ક રૂપે વસુલવામાં આવેલી રકમથી સંબંધિત અધિસૂચના જાહેર કરશે. તેમણે કહ્યું કે, 1296 કરોડ રૂપિયાના અનુમાનિત ખર્ચથી, અમૃતસર, નાગપુર, ગ્વાલિયર અને સાબરમતિ રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવા માટે રેલવેએ પ્રસ્તાવ આમંત્રિત કર્યા છે.
- સરકારે ભારતીય રેલવે સ્ટેશ પુનર્વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 2020-21માં પૂરા દેશમાં 50 સ્ટેશનોના પુનર્વિકાસ માટે નિવિદા જાહેર કરવાની યોજના બનાવી છે અને તેના પર 50000 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ છે. યૂઝર ડેવલપમેન્ટ ફી એરપોર્ટ પરિચાલકો તરફથી લેવામાં આવતા શુલ્કના અનુરૂપ જ હશે. આનાથી સ્ટેશનોના વિકાસ માટે ધનની વ્યવસ્થા થશે. આ શુલ્ક ખુબ મામુલી હશે.ભાડામાં થશે વધારો: તેમણે જણાવ્યું હતું કે, સુવિધા શુલ્કના કારણે ભાડામાં પણ મામુલી વધારો થશે પરંતુ આનાથી યાત્રિઓને વિશ્વ સ્તરિય સ્ટેશનોની સુવિધા જેવો અહેસાસ થશે.
- નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય જનતાંત્રિક સરકારના પહેલા કાર્યકાળમાં 400 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની જાહેરાત કરી હતી. યોજના હેઠળ સ્ટેશનોનો વિકાસ પર ખર્ચ થનાર ધન સ્ટેશનની આસપાસની જમીન વિકસિત કરી એકત્રિત કરવામાં આવશે.સરકારના છિંક ટેન્ક નીતિ આયોગે ઓક્ટોબરમાં સ્ટેશન પુનર્વિકાસ યોજનામાં મોડુ થતા રેલવે મંત્રાલય પર રોષ વ્યક્ત કર્યો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News