- ઓપ્પો (Oppo A31) ભારતમાં પોતાના નવા ફોન Reno 3 લોન્ચ કરવા માટે તૈયાર છે. આ વચ્ચે કંપનીએ પોતાનો સ્માર્ટફોન Oppo A31 લોન્ચ કર્યો છે. આ ઓપ્પોનો મીડ રેન્જ ફોન છે. જેમાં ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં ઓવ્યો છે. અત્યારે ઓપ્પોએ ઈન્ડોનેશિયામાં લોન્ચ કર્યો છે. જ્યાં ફોનની કિંમતની વાત કરીએતો IDR 25,99,000માં લોન્ચ કર્યો છે. એટલે કે ભારતીય મૂલ્યની વાત કરીએ તો આશરે 13,600 રૂપિયા છે.જોકે, અત્યારે એ વાતની કોઈ જાણકારી નથી કે આ ફોનને ઈન્ડોનેશિયાની બહાર પણ લોન્ચ કરવામાં આવ્યો છે કે નહીં.
- ચાલો જાણીએ આ ફોનના ફિચર્સ અંગે:
- Oppo A31ના સ્પેસિફેકેશન્સઃ- ફોનમાં 6.5 ઈંચ HD+ (720×1,600 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન મીડિયાટેક હેલીઓ P35 પ્રોસેસર ઉપર કામ કરે છે. ફોનમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવી છે.
- Oppo A31 ફોનમાં છે ત્રણ કેમેરાઃ- કેમેરાની વાત કરીએ તો Oppo A31 (2020)માં રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેનો પ્રાઈમરી કેમેરા 12 મેગાપિક્સલ છે. બીજો 2 મેગાપિક્સલનો કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 4230mAh બેટી અને રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.કનેક્ટિવિટી માટે ફોનમાં 4G/LTE, Wi-Fi અને બ્લૂટૂથ 5.0નો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત માઈક્રો USB પોર્ટ અને 3.5mm હેડફોન જેટનો પણ સપોર્ટ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News