- હાલ લેક્મે ફેશન વીક ચાલી રહ્યો છે. જેમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓએ ભાગ લઇ ફેશન શોમાં ચાર ચાંદ લગાવ્યા છે. સારા અલી ખાન, દિવ્યા ખોસલા, શ્રદ્ધા કપૂર, આલ્યા ભટ્ટ જેવી અભિનેત્રીઓ આ ફેશન વીકનો ભાગ બની ચૂકી છે. ત્યારે બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અમિત અગ્રવાલના શોની, શો સ્ટોપર બની હતી.
- લેક્મે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલે પર અભિનેત્રીએ ડીપ વી નેકલાઇન વાળો બોટલ ગ્રીન રંગનો ઓફ સોલ્ડર ગાઉન પહેર્યો હતો. આ 3ડી બોડી સ્કલ્પટિંગ ગ્રાઉનમાં કરીના કપૂર ખૂબ જ સુંદર લાગી રહી હતી.
- આ વખતે લેક્મે ફેશન વીકમાં #BetterIn3D થીમ પર વિવિધ ફેશન ડિઝાઇનરોએ પોતાની ડિઝાઇન રજૂ કરી હતી. વળી આ કલેક્શનમાં રિસાયલકિંગ કરેલી વસ્તુઓનો આગવો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ત્યારે આ ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવેલા અન્ય ડ્રેસિસમાં પણ તમે આ 3ડી ઇફેક્ટ જોઇ શકો છો. હાલ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે 3ડી પ્રિન્ટિંગ અને 3ડી લૂકની બહુ બોલબાલા છે.
- અમિત અગ્રવાલ બોલીવૂડની અન્ય અનેક જાણીતી અભિનેત્રીઓના પણ ફેશન ડિઝાઇનર છે. જેમાં મલાઇકા, અનન્યા પાંડે અને કાયરા અડવાણી જેવી ફેશન પરસ્ત અભિનેત્રીઓનું નામ પણ સામેલ છે.ત્યારે લેક્મે ફેશન વીકના ગ્રાન્ડ ફાઇનલમાં કરીનાએ પણ આ ફેશન ડિઝાઇનરની ક્રિએશન પહેરીને રેમ્પ વોક કર્યું હતું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News