- આમળા સ્વાસ્થય માટે લાભદાયક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વળી તે કાર્બોહાઇડ્રેટ અને ફાઇબરનું પણ સારું સ્ત્રોત માનવામાં આવે છે. શિયાળામાં ખાસ આમળાનું સેવન કરવામાં આવે છે. અને તેને પાચન તંત્રથી લઇને શરીર માટે લાભકારી માનવામાં આવી છે. પણ આજે અમે તમને આમળાના એક ફેસપેક વિશે જણાવી રહ્યા છે. જે તમારી ત્વચાને આપશે નિખાર. આ ફેસપેકનો ફાયદો તે છે કે આમળામાં વિટામિન સી ભરપૂર હોય છે જે લાંબા સમય સુધી તમારી ત્વચાને યુવાન અને ચમકતી રાખવામાં મદદરૂપ થઇ શકે છે. વળી તે ચહેરાની કાળશને પણ દૂર કરી સ્કીનને લાઇટ કરવામાં મદદરૂપ થાય છે.
- રીત: આ માટે તમારે કાચા આમળાના છીણમાં અડધી ચમચી મધ અને એકદમ નાની ચપટી હળદળ મિક્સ કરો. પછી ચહેરાને પાણીથી સ્વચ્છ કરી લો. અને તે પછી આ જાડી પેસ્ટ ચહેરા પર લગાવો. 10 મિનિટ આ પેસ્ટને ચહેરા પર રાખ્યા પછી પાંચ મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. અને તે પછી ચહેરાને હૂંફાળા પાણીથી સાફ કરી લો.આ ફેસપેકથી તમારી ત્વચાની કાળશ પણ જશે અને ત્વચા કોમળ અને ચમકદાર બનશે. સપ્તાહમાં બે વાર તમે આ ફેશપેકનો ઉપયોગ કરી શકો છો. જે જતા શિયાળા તમારા શરીરની કાળાશ ઓછી કરવામાં મદદરૂરપ સાબિત થઇ શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News