- સુરતમાં એક મહિલા એ પોતાનો પતિ દારૂ પીવા ન જાય તે માટે મહિલાએ ગેંગરેપની સાઝીશ કરી.બે દિવસથી ગુમ થયેલા પતિને શોધવા માટે પત્ની દારૂના અડ્ડા પર ગઈ હતી. જયા તેણીનો પતિ ન મળતા પાછી સાંજે શોધવા માટે ગઈ તો એક શખ્સે તેની મદદ કરવાના બહાને રૂમમાં લઈ તેના 4 સાગરિતો સાથે બળાત્કાર કર્યો હોવાની વાત ખુદ મહિલાએ 18 મહિલા હેલ્પલાઇનના સ્ટાફને જણાવી હતી. મહિલાનો પતિ દારૂ પીવાની ટેવવાળો હતો. જેથી તે દારૂના અડ્ડા પર ન આવે તે માટે જૂઠાણું ચલાવ્યું હતું.
- મહિલા વહેલી સવારે અડ્ડા પર ગઈ તો તેને એવં કહ્યું કે તારો પતિ સાંજે આવશે સાંજે ગઈ તે વખતે એક શખ્સ મદદના બહાને રૂમમાં લઈ ગયો. જ્યાં તેની સાથે 5 નરાધમોએ દુષ્કર્મ કર્યાની વાત કરી હતી. મહિલાને આખી રાત કેદ કરી રાખી હતી. સવારે તે નરાધમોના ચુંગલમાંથી બહાર નીકળી ત્યારે એક વટેમાર્ગુ માણસ તેની મદદે આવ્યો હતો.કોલ આવતા અમે મહિલાને મહિધરપુરા પોલીસ સ્ટેશને લઈ જતાં તેણે 5 જણાએ દુષ્કર્મ કર્યુ હોવાની વાત પોલીસને કરી હતી.
- મહિલાની બળાત્કારની વાત ખોટી છે.પોલીસ સ્ટેશને લાવીને મહિલાની પૂછપરછ કરી હતી. મહિલાનો પતિ દારૂ ન પીવે તે માટે તેણે આવુ કર્યુ હતું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News