આજકાલ બહારની ખાણીપીણીને કારણે આપણા સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા પર પણ તેની ખરાબ અસર પડે છે. આમ ખીલ થવાનું એક કારણ ઓઇલી સ્કિન પણ છે. આ શિવાય શરીરમાં હોર્મોન્સ ચેન્જીસને કારણે પણ ચહેરા પર ખીલ થાય છે. કારણકે હોર્મોન્સ બદલાવવાથી સીબમ તેલ બનવા લાગે છે જે સ્કિનના છિંદ્રોને બંધ કરવાનું કામ કરે છે જેના કારણે ખીલના દાણા થવા લાગે છે તેમજ સીબમમાં રહેલા બેક્ટેરિયાના કારણથી પણ ખીલ થાય છે. આ શિવાય ખીલ થવા પાછળના કારણોમાં યોગ્ય ઊંઘ ન લેવી, તણાવ તેમજ બીજા અનેક કારણો તેની પાછળ જવાબદાર હોય છે. જો તમે આ ઘરગથ્થુ ઉપાયોની મદદથી ખીલને દૂર કરશો તો આ સમસ્યામાંથી સરળતાથી છૂટકારો મેળવી શકશો. જો તમે આ ઉપાયોને રેગ્યુલરલી ફોલો કરશો તો તમારે ડોકટર પાસે નહિં જવું પડે અને તમે ઘરે બેઠા જ તમારી ત્વચાને એકદમ સુંદર રીતે નિખારી શકશો.
આજકાલ મોટાભાગના લોકોને ચહેરા પર ખીલ થતા હોય છે. ચહેરા પરના ખીલથી અનેક લોકો હેરાન-પરેશાન થઇ જતા હોય છે. ખીલ ચહેરાની સુંદરતાને બગાડવાનુ કામ કરે છે. જો કે માર્કેટમાં ખીલને દૂર કરવા માટે અનેક જાતની પ્રોડક્ટ્સ મળતી હોય છે પરંતુ તમને જણાવી દઇએ કે આ બધી પ્રોડક્ટ્સથી ખીલ થોડા દિવસો માટે જ દૂર થાય છે પછી તો આ સમસ્યા વધતી જાય છે.
ગાયના કાચા દૂધમાં જાયફળ ઘસીને મિક્સ કરો. આ પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેને આખા ચહેરા પર લગાવી દો. તે સુકાઈ જાય એટલે સાદા હુફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં 4થી 5 દિવસ કરવાનો રહેશે. જો તમે આ પ્રોસેસ રેગ્યુલરલી કરશો તો તમારા ચહેરા પરથી ખીલ ગાયબ થઇ જશે અને તેના દાગ પણ જલ્દીથી ગાયબ થઈ જશે.
એન્ટીસેપ્ટિક ગુણોને કારણે ખીલ દૂર કરવા માટે લીમડો સૌથી વધારે ઉપયોગી છે. ખીલને દૂર કરવા માટે લીમડાના પાનને ઉકાળીને ચહેરા પર લગાવો. લીમાડાના પાનને પાણીમાં પીસીને તેનો રસ પીવાથી લોહી સાફ થાય છે અને ખીલ દૂર થઈ જાય છે. જો કે આ પ્રયોગ કરવો થોડો અઘરો છે, પણ જો તમે તમારું મન મક્કમ કરીને કરો છો તો તમારા ચહેરા પરના ખીલ તો દૂર થશે જ પણ સાથે-સાથે તમારી સ્કિન પણ ચમકદાર બનશે.
ચહેરા પરના ખીલને દૂર કરવા માટે સંતરાની છાલ એક બેસ્ટ ઉપાય છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ સંતરાની છાલને તડકે સૂકવી લો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લો. હવે આ પાવડરમાં જરૂર મુજબ મુલતાની માટી અને ગુલાબજળ એડ કરીને એક પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. જો તમે સતત પંદર દિવસ સુધી આ પેસ્ટ ચહેરા પર લગાવશો તો ચહેરા પરના બધા જ ખીલ ગાયબ થઇ જશે.
પલાળેલી મસૂરની દાળને દૂધમાં વાટીને સવાર-સાંજ ચહેરા પર લગાડવી. દસ મિનિટ બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો. આ પ્રયોગ તમારે સતત વીસ દિવસ સુધી કરવાનો રહેશે. ખીલને દૂર કરવા માટે આ પ્રયોગ બેસ્ટ છે.
શરદી-ખાંસી માટે તુલસીનાં ઉપયોગ વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ ખીલને દૂર કરવાની આ અસરદાર રીત છે. આ આયુર્વેદિક રીત તમને કોઇ પણ પ્રકારના સ્કિન ઇન્ફેક્શનથી બચાવે છે. આ માટે તુલસીના કેટલાંક પાન લો અને પાણીની સાથે મિક્સ કરીને પીસી લો. હવે આ પેસ્ટને ખીલ પર લગાવો અને સૂકાઇ ગયા બાદ તેને ધોઇ લો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઇજને લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.