- બુધવારે જૂનાગઢમાં વંથલી નજીક કેશોદ હાઈ વે પર આવેલા પેટ્રોલ પંપ પાસે પ્રેમી યુગલની હત્યા કરવામાં આવી હતી.
- ચારેક મહિના પહેલા માંગરોળ તલુકાના દરસાલી ગામનાં યુવક યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતાં.
- આ દંપતી તેમજ યુવકની બહેન બાઈક પર કેશોદથી જૂનાગઢ જઇ રહ્યા હતાં.
- ત્યારે રસ્તામાં પાછળથી બાઈક પર આવેલા બે શખ્સે કુહાડીથી હુમલો કરતા બાઈક ફંગોળાઈ ગઈ હતી.
- ત્યારબાદ બંને શખ્સોએ યુવકની બહેનને એક બાજુ ઉભી રહેવા કહ્યું અને બંને શખ્સોએ યુવકના તથા યુવતીને આડેધડ કુહાડીથી મારીને ભાગી ગયા હતા.
- આ દંપતીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં.
- યુવતીએ યુવક સાથે ભાગીને લગ્ન કર્યા ત્યારે જ યુવતીના પતિએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જેથી યુવતીનો ભાઈ કુહાડી લઈને તેમને મારવા ફરતો હતો.
- આ વિશેની માહિતી પોલીસમાંથી પ્રાપ્ત થઇ કે માંગરોળ તાલુકાનાં દરસાલી ગામમાં રહેતા સંજય રામસીભાઈ રામ તથા ધારાબેન સંજયભાઈ રામે ચારેક મહિના પેહલા પ્રેમલગ્ન કર્યા હતાં.
- તેઓ રાજકોટમાં રહેતા હતાં. આજે સંજય રામ, તેના પત્ની ધારા તથા સંજયભાઈના બહેન વનિતાબહેન નંદાણિયા બાઈક પર કેશોદથી ત્રણ સવારીમાં જૂનાગઢ તરફ આવી રહ્યાં હતાં.
- કેશોદ વંથલી હાઈવે પર વંથલી નજીક પેટ્રોલ પમ્પ પાસે પહોંચ્યા ત્યારે બે અજાણ્યા શખ્સો પાછળથી બાઈક પર આવ્યા હતાં.
- બાઈક ચલાવતા સંજયના હાથ પર કુહાડી મારી હતી. આથી બાઈક પડી ગયું હતું. અને ત્રણેય ફંગોળાઈ ગયા હતાં.
- ઘટના બાદ વનિતાબહેન એ પરિવારનાં સભ્યોને અને પોલીસને જાણ કરી હતી.
- જે બાદ એસ.પી. સૌરભસિંહ એલ.સી.બી. વંથલી પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતા.
- મૃતદેહને પી.એમ.માં મોકલી, ઈજાગ્રસ્ત સંજયભાઈના બહેનને સારવારમાં ખસેડયા હતાં.
- સૌરભસિંહે જણાવ્યું હતું કે, બે અજાણ્યા શખ્સો કુહાડીના ઘા ઝીંકી દંપતિની હત્યા કરી ફરાર થઈ ગયા છે.
- યુવક યુવતી અલગ જ્ઞાાતીના છે. ચારેક માસ પૂર્વે લગ્ન કર્યા હતાં.
- હવે તેઓ તપાસ શરૂ કરીને સી.સી.ટી.વી.ના ફ્રુટેજ મેળવવાનું શરૂ કર્યું છે. તેમજ નજરે જોનાર પાસેથી વિગતો મેળવી ફરિયાદ દાખલ પણ કરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News