aanand
  • આણંદના મોગરી ગામના અને મોબાઈલ રીપેરીંગની દુકાન ધરાવતા 12 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર હિરેનભાઈ જીતુભાઇ પટેલે કોઠાસૂઝથી મીની ટ્રેક્ટરનું બનાવ્યું હતું.
  • તે ઉપરાંત જાણવા મળ્યું છે કે, ખેતીની સીઝનમાં નાના ખેડૂતો પાસે ટ્રેક્ટર હોતા નથી તેમજ ખેતી સમયે ટ્રેકટર ભાડે મળતા નથી અને ખેડ કરવા બળદ હોતા નથી. તેથી ખેડૂતો સમયસર ખેતરમાં વાવણી કાપણી કરી સકતા નથી.
  • હિરેનભાઈ જીતુભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર સંદેશને સાકાર કર્યો છે.
  • હિરેનપટેલે યૂટ્યૂબ પર સંશોધન કરી બાઇકના એન્જીનમાંથી માત્ર 50 હજારના ખર્ચમાં મીનીટ્રેકટર બનાવ્યું છે.
  • જુના બાઈકનું એન્જીન, પૈડાનો તથા વેસ્ટમાંથી મીની ટ્રેક્ટરની બોડીનો ઉપયોગ કરી ડિઝાઇન તૈયાર કરી માત્ર 50 હજાર રૂપિયાના ખર્ચમાં મીની ટ્રેકટર તૈયાર કર્યું હતું.
  • આ ટ્રેકટર પ્રતિ કલાક 60 કિમીની ઝડપેદોડી શકે છે.
  • આ ટ્રેકટર ખેતરમાં નાના મોટા કામો ખેડ કરવી, ખેતરમાંથી ખાતર , પાણીની ટેન્કર લઇ જવી, મેદાનમાં પાણી છાંટવા, દાંતી મારવા જેવા કામો સહેલાઈથી કરી શકાય છે.
  • આ અંગે હિરેનભાઈએ મીની ટ્રેક્ટર વિશે જણાવતા કહ્યું હતું કે, ટ્રેકટરમાં સાઉન્ડ સિસ્ટમ, મોબાઈલ ચાર્જર પણ લગાવવામાં આવી છે.
  • તેમજ જે ખેડૂતોને ટ્રેકટર ચલાવતા નથી આવડતું તેવા ખેડૂતો માટે ટૂંક સમયમાં રિમોટથી સિસ્ટમ વાળું ટ્રેકટર તૈયાર કરશે.
  • એક વર્ષ પહેલા હિરેને પોતાના ભાઈ સાથે સ્કૂટરના એન્જીનમાંથી મીની જીપનું પણ નિર્માણ કર્યું હતું.
  • તેઓને કોઈ સ્ટાર્ટઅપ કરનાર મળી જાય તો મોટા પાયે મીની ટ્રેકટર ખુબજ સસ્તામાં બનાવી શકાય જે નાના ખેડૂતો ખરીદી શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024