- માણસને અત્યારે યંત્ર અને યંત્રમાં આવતી રમતો માણસના જીવ કરતા વધારે મહત્વની બની ગઈ છે.
- AHMEDABAD રામોલ વિસ્તારમાં તેવીજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલમાં લુડો ગેમ રમવા બાબતે એક વ્યક્તિને છરીના ઘા મારવામાં આવ્યા.
- રામોલમાં આવેલ વેલકમ હોટલ પાસે રાત્રે ટોળું વળીને હોમગાર્ડમાં ફરજ બજાવતો નિલેશ અને તેના 4 જેટલા મિત્રો લુડો ગેમ રમી રહ્યા હતા.
- આ પણ જુઓ : રેસિપી : ચટક ચિલી ફ્રાઈડ રાઈસ.
- અવાજ બહુ થતો હોવાથી ત્યાંજ બેસેલા શાહિદ ખાને નિલેશને ‘તમે અહીંયા લુડો ગેમ રમો છો અને અવાજ કરો છો તમારે અહીંયા ગેમ નહીં રમવાની’ તેમ કહેતાગુસ્સામાં આવેલા નિલેશ શાહિદ ખાનને છરીના ઘા માર્યા હતા.
- શાહિદ પર કરેલ હુમલામાં અન્ય લોકો વચ્ચે પડતા તેનો જીવ બચી ગયો હતો પરંતુ આરોપી નિલેશ ભાગી ગયો હતો.
- જો કે, પોલીસ તેની ધરપકડ કરવામાં સફળ થઇ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News