- જગન્નાથજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની સોમવારે બેઠકથઇ હતી જેમાં નિર્ણય લેવાયો છે કે 23મી જૂને ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નીકળશે.
- ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે આ વખતે દર વખતની જેમ ભવ્ય રથયાત્રા નહીં યોજાય.
- ટ્રક, ઝાંખી કરાવતાં,ભજન મંડળીઓ જેના વાહનો રથયાત્રામાં જોડાશે નહીં. માત્ર એક-બે હાથી જ જોડાશે.
- ભગવાનના ત્રણ રથ સિવાય કોઈ જ વાહન જોડાશે નહીં તથા અન્ય ભક્તો પણ નહીં જોડાઈ શકે.
- માત્ર મંદિરના પુજારીઓ અને રથ હાંકનાર ખલાસીઓ જ રથયાત્રામાં જોડાઈ શકશે.
- રથયાત્રા દરમિયાન સરકારના નિયમોનું પાલન કરાશે.
- સામાન્ય રીતે એક રથ ખેંચવા માટે ૩૦૦ જેટલા ખલાસીઓ હોય છે. પરંતુ આ વખતે એક રથ ખેંચવા માટે ૨૫ ખલાસીઓ જોડાઇ શકે તેવી વ્યવસ્થા કરાશે.
- દરેક પોઇન્ટ પર ખલાસીઓનું ગ્રુપ બદલવામાં આવશે.
- આ પણ જુઓ : આદુના આ નુસખાઓ કરશે શરીરની તકલીફો દૂર.
- રથયાત્રાને લઈને અંતિમ નિર્ણય સરકાર સાથેની બેઠક બાદ લેવાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શક્ય તેટલી ઝડપથી રથયાત્રા પૂરી થાય તેનો પ્રયાસ કરાશે.
- દરેક ભક્તો ટીવી ચેનલના માધ્યમથી જ રથયાત્રાના દર્શન કરવા જેથી કોરોનની મહામારીથી બચી શકાય.
- આગામી દિવસોમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સાથે બેઠક કરી રથયાત્રામાં કેટલા લોકો ભાગ લેશે તે અંગે આખરી નિર્ણય લેવાશે.
- અષાઢી બીજની રથયાત્રા પૂર્વે યોજાનાર જળયાત્રા 5મી જૂને યોજાશે. જેમાં પુજારી -ટ્રસ્ટીઓ જ હાજર હશે. તેમાં શોભાયાત્રા નહીં હોય.
- સાબરમતી નદીમાંથી સાદગીપૂર્ણ જળવિધી કરી પુજારીઓ મંદિર પરત ફરશે.
- ભગવાન જગન્નાથજીની ૨૧ જૂને નેત્રોત્સવની વિધિ છે પરંતુ આ વખતે સૂર્યગ્રહણને લીધે નેત્રોત્સવ વિધિ ૨૧ જૂને બપોરે ૪ બાદ યોજાશે.
- આ ઉપરાંત મહેન્દ્ર ઝાના કહેવા મુજબ રથયાત્રાને લઇ ને જે પણ નિર્ણયો લેવાયા છે તે સરકારને મોકલવામાં આવશે. જો કોઈ ફેરફાર કરવાની વાત આવશે તો સરકારના માર્ગદર્શન મુજબ આગળ વધીશું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News