- આપ સહુને જાણવાનું કે, લોકડાઉન-4 બાદ અનલોક-1માં વાઈન શોપને પણ પુરા ગુજરાતમાં ખોલવાની છૂટ આપવામાં આવી છે.
- તેના કારણે ગુજરાતમાં લિકર શોપના પરમિટ હોલ્ડર્સ તથા નશાપ્રેમીઓ માટે સોનાનો સુરજ ઉગ્યો હોય તેવી પરિસ્થી નિર્માણ થઇ છે.
- જોકે નશાપ્રેમીઓ છેલ્લા બે માસ કરતા વધુ સમયથી નશા માટે ટળવળતા હતા.
- નશાબંદ વાળા ગુજરાતમાં વાઈન શોપને ખોલવાની પરવાનગી મળતા લિકર શોપના પરમિટ હોલ્ડર્સ તથા નશાપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
- તેઓ માટે તો આજે જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય એ રીતે રાજકોટમાં અનલોક-1ના પહેલા દિવસે જ સવારે વાઈન શોપ ખુલ્યા થયા.
- તથા પહેલા જ દિવસે પરમિટ ધારકોને વહેતા તે પહેલાની ધોરણની માફક વાઈન માટે લાઈન લાગી ગઈ હતી.
- વાઈન લેવા માટે અધીર બનેલા લોકોએ એકસાથે ઉમટી પડતા એક તબક્કે તો સોશ્યલ ડિસ્ટીંગ પણ ન જળવાય તેવી સ્થિતિ બની હતી અને વિતરણ થોડીવાર અટકાવવું પડયું હતું.
- તેમજ સૌરાષ્ટ્રના સૌથી જુના ઢેબર રોડ વનવે પર આવેલા વાઈનશોપના સંચાલક જયભાઈના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે માસથી વધુ સમયથી તમામ શોપ્સ બંધ હતા.
- આજે વાઈન શોપને ખોલવાનો પ્રથમ દિવસ હતો એટલે ભીડ ઉમટી પડી હતી.
- સૂત્રો મુજબ જાણવામાં આવ્યું છે કે અંદાજે અર્ધા કરોડ જેવું સેલીંગ થયું હશે.
- વધુમાં રાજકોટમાં પાંચેક હજાર જેવા પરમીટધારકો છે જેમાં અર્ધાની પરમીટો હજી રીન્યુમાં પડેલ છે.
- આજે સર્વર ડાઉન ન થતાં પરમીટ હોલ્ડર્સ અને શોપધારકોને પણ મુશ્કેલી ઓછી રહી હતી
- પરંતુ જો સર્વર ડાઉન થયું હોત તો આ વ્યવસ્થા ખોરવાઈ શકવાની સંભાવના હતી.
- જોકે ઉનાળામાં બીયરની ડિમાન્ડ વધુ રહે છે તેથી ગરમીના સમયમાં જ વાઈનશોપ્સ ધારકો બીયરનો સ્ટોક વધુ રાખતા હોય છે.
- પરંતુ બે માસથી લોકડાઉન હોવાથી મહત્તમ વાઈનશોપમાં બીયરનો સ્ટોક થયેલો ન હતો.
- તેથી આજે તો કોઈની પસંદગીની નહીં પણ જે મળ્યું તે લઈ લેવાની ફીરાક સાથે જ પરમીટધારકોએ મન મીઠુ કરી લીધું હતું.
- સૌરાષ્ટ્રભરના હોલ્ડર્સ રાજકોટ જ લેવા આવતા હતા.
- પરંતુ હવે જુનાગઢ અને જામનગરમાં પણ વાઈન શોપ્સ હોવાથી એ જીલ્લા કે તેમને નજીક પડતા શહેર, જીલ્લાના પરમીટ હોલ્ડર્સ ત્યાંથી જ કોટો લઈ શકે છે.
- જો કે વાઈન શોપ બાબતે રાજકોટની એક સમયે બોલબાલા હતી.
- ઉપરાંત લોકડાઉનને લઈને વિઝિટર્સ ટુર બંધ હોવાથી પણ સેલીંગ ઘટયું છે.
- રાજકોટ તથા મોરબી જીલ્લા પુરતા સિમિત રહી ગયા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News