આદુને મોટાભાગે મસાલાના રૂપમાં ઉપીયોગમાં લેવામાં આવતું હોય છે.જો કે આદુ એક ઔષધિ પણ છે. તેનું પાણી નિયમિત તૌર પર પીવાથી ઘણી એવી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. તેમાં ઉપસ્થિત એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી બોડીને હેલ્દી રાખવામાં મદદ કરે છે. ચિકિત્સકોનું કહેવું છે કે ઉધરસ, ગળાની ખરાશ અને કફ જમા થઇ જવા પર આદું ખુબ જ ફાયદો કરાવે છે.
આદુના ફાયદા:
1. કફ જમા થવામાં આપે છે રાહત:
એક કપ પાણીમાં આદુનો એક નાનો ટુકડો લઈને 5 મિનિટ સુધી ઉકાળો. ઠંડુ થઇ જવા પર તેને પીઓ. તેનાથી કફમાં તમને ઘણી રાહત મળશે.
2. કેન્સરથી બચાવે છે:
આદુમાં એન્ટી કેન્સર પ્રોપર્ટી મળી આવે છે, તેનું પાણી પીવાથી ફેફસા, પ્રોટેસ્ટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્, સ્કિન અને પેન્ક્રીએટીક કેન્સરથી બચાવે છે.
3. હાર્ટ બર્ન કરે છે દૂર:
ભોજન લીધાના 20 મિનિટ પછી એક કપ આદુનું પાણી પીઓ, આ બોડીમાં એસિડ ની માત્રા કંટ્રોલ કરે છે. તેનાથી હાર્ટ બર્નની સમસ્યા દૂર થઇ જાય છે.
4.પાચનમાં મદદરૂપ:
આદુનું પાણી બોડીમાં ડાઈજેસ્ટિવ જ્યુસને વધારે છે. તેમાં ખોરાકને પાચન થવામાં ખુબ જ મદદ મળે છે.
Read More: અંબાલાલ પટેલે કરી ભર ઉનાળે માવઠાની આગાહી – જાણો ગુજરાતમાં ક્યાં અને કઈ તારીખે પડશે વરસાદ
5. વજન ઓછું કરે છે:
આદુનું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ્સ સુધરે છે. એવામાં ફેટ તેજીમાં બર્ન થાય છે અને વજન ઘટાળવામાં હેલ્પ મળે છે.
6. ડાયાબિટીસ કરે છે કંટ્રોલ:
રેગ્યુલર આદુંનું પાણી પીવાથી બોડીનું બ્લડ શુગર લેવલ કંટ્રોલ માં રહે છે. તેનાથી ડાયાબિટીસની આશઁકા ઓછી થઈ જાય છે.
7. મસલ્સ પેઈન કરે દૂર:
આદુનું પાણી પીવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તેનાથી મસલ્સ રિલેક્સ થાય છે અને મસલ્સ પેઈન દૂર થાય છે.
8. માથાના દુઃખાવાને કરે છે દૂર:
આદુંનું પાણી પીવાથી બ્રેન સેલ્સ રિલેક્સ થાય છે, તેનાથી માથાના દુઃખાવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.
9. સીકન બનાવે છે હેલ્દી:
રેગ્યુલર આદુનું પાણી પીવાથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, તેનાથી બ્લડ સાફ થઇ જાય છે અને પિમ્પલ્સ, સ્કિન ઇન્ફેક્શન નો ખતરો પણ ટળી જાય છે.
10. વધારે છે રોગપ્રતિકારક શક્તિ:
આદુનું પાણી પીવાથી બોડીની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેનાથી શરદી-ઉધરસ અને વાઇરલ ઇન્ફેક્શનનો ખતરો પણ ટળી જાય છે.