તમારું સંતાન વ્યસન તરફ શા માટે વળે છે? આ છે કારણો છે જવાબદાર. PTN News

પોસ્ટ કેવી લાગી?

બદલતા સમય સાથે પેરેન્ટિંગ પણ મુશ્કેલ બની ગયું છે. માતાપિતાની વ્યસ્તતા અને ફિલ્મ, ટીવી, ઇન્ટરનેટની માયાજાળ તેમજ બાળકોની સોબત જો બધું જ યોગ્ય દિશામાં ન હોય તો બાળક વ્યસન તરફ વળી શકે છે. વ્યસ્ત માતા પિતાને કેટલીક વખત આ બાબતની જાણ પણ નથી હોતી અને તેનું સંતાન તમાકુ અને સિગારેટ, ડ્રગ્સના વ્યસનનો શિકાર બની જાય છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના નારકોટિક્સ નિયંત્રણ બોર્ડની એક વર્ષ 2009ની રિપોર્ટ પ્રમાણે 10થી 11 વર્ષના 37 ટકા સ્કૂલી વિદ્યાર્થીઓને જુદા જુદા વ્યસનની લત લાગી જાય છે. તો જાણીએ કે આખરે ક્યાં કારણોથી નાની ઉંમરે સંતાનને તમાકુ, સિગારેટ અને નશાના રવાડે ચઢી જાય છે.

શા કારણે સંતાન દુરવ્યસન તરફ વળે છે?

સંતાન દુરવ્યસન તરફ વળ છે તેની પાછળ માતા-પિતાનું ખોટું પેરેન્ટિંગ જવાબદાર હોય છે. જી હાં જયારે પેરેન્ટસ સંતાનને ક્વોલિટી ટાઈમ નથી આપતા. તેના ઘડતર પર ધ્યાન નથી આપતા, તેમની કેવી સોબત છે તે જાણવાની પણ તસ્દી નથી લેતા તેવી સ્થિતિમાં શક્યતા છે કે સંતાન દુરવ્યસનના રવાડે ચઢી જાય. સંતાન દુરવ્યસન તરફ વળે તેના પાછળ બધુ બધા કારણો જવાબદાર હોય છે.

ખરાબ સોબતની અસર 
બાળકોની નશાની લત પર થયેલા સર્વેના તારણ મુજબ મોટાભાગના સંતાન તેની ખરાબ સોબતના કારણે દુરવ્યસન તરફ વળે છે. જ્યારે તે તેના મિત્રોને સિગરેટ, તમાકુ કે અન્ય દુરવ્યસન કરતો જોવે છે ત્યારે તે પણ આ બધી જ વસ્તુ તરફ આકર્ષાય છે અને પહેલા જસ્ટ ટ્રાય માટે તમાકુ, સિગરેટ કે પછી અન્ય નશા તરફ વળે છે ત્યારબાદ ધીરે ધીરે તે આવા વ્યસનનો આદતી બની જાય છે. ટૂંકમાં ખરાબ સોબત બાળકોના દુરવ્યસન માટે જવાબદાર છે.

પરિવારનો માહોલ 
ઘરમાં વડીલો જ જો દુરવ્યસન કરતા હોય તો સંતાન પણ તેનું અનુકરણ કરીને દુરવ્યસનના રવાડે ચઢી જાય છે. સંતાન તેના વડીલોને જ્યારે વ્યસન કરતા જુએ છે તો તે પણ આવા પદાર્થોને પહેલા ટ્રાય કરે છે પછી ધીમે-ધીમે તેના શિકાર બની જાય છે.

ટીવી અને ફિલ્મનો પ્રભાવ
ટીવી તેમજ ફિલ્મ જોઈને પણ સંતાન નાની ઉંમરમાં જ ડ્રિન્ક અને સ્મોકિંગના રવાડે ચઢી જાય છે. ફિલ્મમાં અને ટીવીમાં આવતા કેટલાક સીનમાં હિરો, હિરોઈ સ્મોકિંગ, ડ્રિન્ક કરતા જોવા મળે છે, આ જોઈને પણ બાળકોને સ્મોકિંગ અને ડ્રિન્ક કરવાની ઇચ્છા થાય છે અને તે આવા દુરવ્યસનના રવાડે ચઢી જાય છે.

પેરેન્ટસની વ્યસતતા
પેરેન્ટસની વ્યસતતા પણ આ આદત માટે જવાબદાર છે. આજકાલ સિંગલ ફેમિલિનો ટ્રેન્ડ છે. આવી સ્થિતિમાં વર્કિંગ કપલ બાળકોના ઘડતર માટે ધ્યાન નથી આપી શકતા. આવી સ્થિતિમાં સંતાન એકલતા અનુભવે છે અને તે ગલત સોબતની અસરમાં આવી જાય છે. આ ખરાબ સોબત જ સંતાનને નશા સુધી દોરી જાય છે.

દુરવ્યસનથી કેવી રીતે છોડાવશો

સંયમ શીખવો
લત કોઈપણ વસ્તુની કેમ ન હોય, તેનાથી મુક્તિ મેળવવા સંયમ જ સૌથી ઉત્તમ વિકલ્પ છે. જો તમારૂ સંતાન આવી કોઇ લતનો શિકાર બન્યું હોય તો તેમને સંયમ રાખવાનું શીખવો. નશાની લતમાં ફસાઈ ગયેલા સંતાનને સમજાવવું જોઇએ કે, ‘જ્યારે પણ નશો કરવાનું મન થાય તો ખુદ પર કાબૂ રાખો, જાતનને સંયમમાં રાખો અને પોતાનું ધ્યાન કોઈ અન્ય વસ્તુ પણ ડાયવર્ટ કરી દો. આ ટિપ્સને ફોલો કરવાથી દુરવ્યસનથી મુક્તિ મેળવી શકાય છે.

સંગત બદલો
ખરાબ સોબતના કારણે સંતાન દુરવ્યસન તરફ વળ્યું હોય તો સૌથી પહેલા આ ખરાબ મિત્રોથી સંગત છોડાવવી અનિવાર્ય બની જાય છે. જ્યાં સુધી તેના પર ખરાબ સોબતનો પ્રભાવ હશે ત્યાં સુધી તેને વ્યસનમાંથી મુક્ત કરવો શક્ય નહી બને.

નુકસાન વિશે જણાવો
તમાકુ, સિગરેટ, અન્ય નશીલા પદાર્થની આદતથી કેટલું નુકસાન થઇ શકે છે તે અંગે સંતાનને સમજાવવું જોઇએ, આટલું જ નહીં આ બધી ખરાબ આદતના કારણે શરીર અને જિંદગી કેટલી હદે ખરાબ થઇ શકે છે તે ઊદાહરણ બતાવીને સમજાવવું જોઈએ. દુરવ્યસનના કારણે બરબાદ થઇ ગયેલા લોકોની કેસ સ્ટડી સંતાનને બતાવો. આ બધા જ પ્રયાસથી સંતાનને દુર વ્યસનનો દુષ્પ્રભાવ સમજાય જશે અને તે આપોઆપ જ આ બધી જ વસ્તુથી દૂર થઈ જશે.

સંતાન પાસે ન મંગાવો આ વસ્તુઓ
જો પરિવારમાં કોઇ વડીલને તમાકુ અથવા સિગરેટ જેવા કોઇપણ દુરવ્યસનની આદત હોય તો શક્ય હોય તેટલું સંતાનને તેનાથી દૂર રાખવું જોઇએ. કમ સે કમ સંતાનની સામે વ્યસન ન કરવું જોઇએ તેમજ સિગરેટ, તમાકુ જેવી કોઈપણ પદાર્થ સંતાન પાસે ન મંગાવવી, જો સંતાન પાસેથી સિગરેટ, તમાકુ મંગાવવામાં આવશે તો સંતાનને પણ આવા દુરવ્યસન કરવાનું ઈચ્છા થશે અને તે તના તરફ વળશે.

રચનાત્મક કાર્ય
જો વ્યક્તિ તેનું ધ્યાન વ્યસન પરથી હટાવીને અન્ય બાબતો પર કેન્દ્રિત કરે તો ચોક્કસ દુરવ્યસનથી મુક્તિ મળી શકે છે. જો આપનું સંતાન પણ આવા કોઇ દુષ્પ્રભાવમાં આવીને નશો કરતું હોય તો તેને અન્ય રચમાત્મક પ્રવૃતિ તરફ વાળો. જો સંતાનને ડાન્સમાં રસ હોય તો ડાન્સના ક્લાસમાં મોકલો. આવી કોઇપણ અન્ય પ્રવૃતિ જેમાં તેને રસ હોય તે પ્રવૃતિ તરફ તેને વાળો અને તેને આગળ વધવા માટે પુરતું પ્રોત્સાહન પુરૂ પાડો. આ બધા જ પ્રયત્નોથી બાળક ચોક્કસ દૂરવ્યસનથી દૂર થઇ જશે.

કાઉન્સિલરની સલાહ લો
જો પરિસ્થિતિ વધુ ગંભીર હોય અને પેરેન્ટસના કાબૂની બહાર હોય તો આવી સ્થિતિમાં સંતાનને દુરવ્યસનથી દૂર કરવા માટે ડોક્ટરનો સંપર્ક કરવો પડે અથવા તો કાઉન્સલરની મદદ લેવી પડે. કાઉન્સલિંગ દ્રારા સંતાન ક્યા કારણસર દુરવ્યસન તરફ વળ્યું તે જાણી શકાય છે અને તેની મુશ્કેલીને દૂર કરીને સંતાનનું યોગ્ય દિશા નિર્દેશન થઇ શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures