LAC

  • ભારત અને ચીન વચ્ચે લદ્દાખના પૂર્વ હિસ્સામાં ચાલી રહેલા સંઘર્ષે 15-16 તારીખની મધરાતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
  • ગલવાલ ખીણ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
  • LAC પર થયેલી આ હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહિદ થયા તો ચીનના 43 સૈનિકો માર્યા ગયા છે
  • આ લડાઈ ઘણા કલાકો સુધી ચાલી હતી.
  • ઈન્ડિયન આર્મીએ જણાવ્યું હતું કે LAC પર થયેલી આ અથડામણમાં ભારતના 20 સૈનિકો શહિદ થયા
  • તો બીજી તરફ ચીનને પણ ભારે નુકસાન થયું છે.
  • ચીનના 43 સૈનિકો માર્યા ગયા છે 
  • સવા મહિનાથી લદ્દાખના પૂર્વ છેડે આવેલી ગલવાન ખીણ, પેંગોગ લેક, વગેરે વિસ્તારમાં ભારત-ચીનના સૈનિકો સામસામા બાંયો ચડાવીને ઉભા છે.
  • આ સંઘર્ષે હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.
  • લગભગ 45 વર્ષ પછી ભારત-ચીન વચ્ચે આ પ્રકારે મોટા પાયે સંઘર્ષ થયો છે. 
  • સરકારી સૂત્રો મુજબ ચીને ભારતીય સૈનિકો પર પથ્થર અને સળિયા વડે હુમલો કર્યો હતો.
  • પરંતુ કોઈ પ્રકારનું ફાયરિંગ થયું ન હતું.
  • ફાયરિંગ વગર પણ મોત નિપજ્યા છે તેથી આ ઘટના નવાઈપ્રેરક મનાઈ રહી છે.
  • સરકારી સૂત્રોની જાણકારી મુજબ પૂર્વ લદાખના ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક ઝડપમાં ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે.
  • તેમજ સૂત્રોના મતે ચીનના 43 સૈનિકોના મોત થયા છે અથવા ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે. 
  • એએનઆઈના સૂત્રોના મતે LAC પર હિંસક ઝડપની ઘટના પછી ગલવાન ઘાટીમાં ચીની હેલિકોપ્ટરની ગતિવિધિમાં સતત વધારો થઈ રહ્યો છે.
  • ભારતે હિંસક અથડામણ માટે ચીનને જવાબદાર ઠેરવ્યો છે.
  • વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીને એકતરફી રીતે LAC ની સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો.
  • ચીનના સૈનિકોએ સંમતિનું પાલન કર્યુ હોત તો આ ઘટના ના બનતી.
  • વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં તણાવ ઘટાડવા માટે સૈન્ય અને કૂટનીતિક માધ્યમથી વાત કરી રહ્યા હતા.
  • શ્રીવાસ્તવે કહ્યું કે અમે આશા રાખી બેઠા હતા કે આ બધુ સારી રીતે થઈ જશે પણ ચીને ગલવાન ખીણમાં LAC નું સન્માન કરવાની સંમતિ ના આપી .
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024