Panchmahal
- પંચમહાલ (Panchmahal) નાં શહેરામાં નકલી દૂધ બનાવીને સફેદ મોત વેચતા હોવાનું સામે આવ્યું છે.
- નકલી દૂધ બનાવતા હોવાની ફરિયાદોના પગલે નગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડો પાડીને કનૈયા ડેરી ફાર્મ નામની દૂધની દુકાનમાંથી નકલી દૂધનો મોટો ઝડપી પાડવામાં આવ્યો છે.
- કનૈયા દૂધ નામની દુકાને યુરિયા ખાતરમાંથી દૂધ બનાવી વેચાણ કરાતું હોવાથી પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગે દૂધની દુકાન સીલ કરી સંચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે.
- જાણવા મળ્યું છે કે, આ ડેરી યુરિયા ખાતર, શેમ્પૂ અને તેલમાંથી દૂધ બનાવી લોકોને વેચતા હતાં.
- પંચમહાલ (Panchmahal) માં કનૈયા ડેરી ફાર્મ નામની દુકાનના સંચાલક દ્વારા સફેદ દૂધનો કાળો કારોબાર કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું.
- પંચમહાલ (Panchmahal) શહેર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાંક સમયથી નકલી દૂધ ગ્રાહકોને અપાતું હોવાની માહિતી સેનેટરી ઈસ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડને મળી હતી.
- માહિતી લઈને તેઓ દ્વારા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી.
- લુહાર ફળિયામાં આવેલ કનૈયા ડેરી ફાર્મ નામની દુકાનના સંચાલક દિલીપ પરમાર દ્વારા નકલી દૂધ બનાવી ગ્રાહકોને વેચવામાં આવી રહ્યું છે.
- Valley Bridge : ચીન સરહદને જોડતો મિલમ ઘાટીનો વેલી બ્રિજ થયો ધરાશાયી
- Meteorological Department : આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદ
- આ બાતમીના આધારે નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ, જીતેન્દ્ર જોષી સહિતની ટીમ આ રહેણાંક મકાન પર જ છાપો મારતા ઘરમાંથી નકલી દૂધ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ હાનિકારક પદાર્થો મળી આવ્યા હતા.
- તેમજ આ રહેણાંક મકાનમાંથી યુરીયા ખાતરની એક બેગ, રાની કપાસિયા તેલના 10 ઉપરાંત ભરેલા પાઉચ તેમજ 50 ઉપરાંત ખાલી પાઉચ મળી આવ્યા હતા.
- ઉપરાંત આ નકલી દૂધ તે શહેરાની જૂની વિદ્યુત કચેરી પાસેના વિસ્તારમાં રહેણાંક મકાનને ભાડે રાખીને બનાવતો હતો.
- ગોધરાના ખોરાક અને ઔષધન નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર રોનક મહેરા ખુશ્બુ પટેલ અને ઉર્વી માલ સહિતની ટીમ સ્થળ પર પહોંચીને દૂધ તેમજ તેલના નમુના લઈને પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
- દિલીપ નરસાણા ગામના સરપંચનો પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે.
- Std-8 ની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો વિગત
- Gujarat : 5માં લોકાયુક્ત તરીકે કોની પસંદગી થઈ? જાણો વિગત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News