Ahmadabad
- રાજ્યભરમાં હવે ધીમેધીમે કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે.
- અમદાવાદ (Ahmadabad) માં સાબરમતી જેલના અધિકારીઓ અને કેદીઓ કોરોનાનો શિકાર બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
- મળતી માહિતી પ્રમાણે સાબરમતી જેલ પ્રશાસનમાં 16 કર્મચારી અને 54 કેદીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે.
- જેમાં સિરિયલ બ્લાસ્ટના 1 આરોપી સહિત 54 કેદીઓ કોરોના સંક્રમિત બન્યા છે.
- એટલું જ નહીં, જેલ DySP ડી.વી.રાણા પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.
- કોરોના કહેરના 99માં દિવસે ગુજરાતમાં 26 જિલ્લાઓમાંથી વધુ 577 કેસ મળતા કૂલ કેસો ત્રીસ હજારે પહોંચી રહ્યા છે.
- વધુ 18 દર્દીએ દમ તોડતા અત્યાર સુધીમાં કૂલ મૃત્યુઆંક વધીને 1754 થયો છે.
- વિતેલા 24 કલાકમાં જામનગરમાં 14, ભરૂચમાં 9 કેસ વધતા આ બંને જિલ્લાઓમાં પણ ચેપગ્રસ્તોની સંખ્યા 200 નજીક થઈ રહી છે
- તો બીજી તરફ ગાંધીનગરમાં વધુ 15 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુરુવારે સાંજે અમદાવાદ (Ahmadabad) ને અડીને આવેલા આ જિલ્લામાં કૂલ કેસોની સંખ્યા 600ને પાર થઈ છે.
- ગુજરાતમાં કૂલ 29,578 માંથી અમદાવાદમાં 19,839 કેસ મળ્યા છે.
- દસેક દિવસથી સુરતમાં ચેપગ્રસ્તોની સંખ્યા વધી રહી છે
- તો બીજી તરફ અમદાવાદ (Ahmadabad) માં પોઝિટિવ રિપોર્ટનું પ્રમાણ ઘટી રહ્યુ છે.
- ગુરુવારે પણ કૂલ 577 પોઝિટીવ કેસોમાંથી અમદાવાદ, સુરત અને વડોદરા એમ ત્રણ જિલ્લામાંથી જ 436 જેટલા કેસ મળ્યા હતા.
- ગુજરાતમાં અત્યાર સુધીમાં કૂલ 1754 મુત્યુમાંથી અમદાવાદ (Ahmadabad) માં જ 1390 નાગરિકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.
- જ્યારે વધુ ત્રણ દર્દીઓએ દમ તોડતા સુરતમાં કૂલ મૃત્યુઆંક વધીને 142એ પહોંચ્યો છે.
- લોકડાઉન પછી 25માં દિવસે ગુજરાતમા એક્ટિવ કેસની સંખ્યા વધીને 6318એ પહોંચી હતી.
- છેલ્લી સ્થિતિ મુજબ તેમાંથી 66 દર્દીઓની સ્થિતિ નાજૂક જણાતા તેમને વેન્ટિલેટરને સહારે રાખવામાં આવ્યા છે.
- 24 કલાકમાં વધુ 410ને ડિસ્ચાર્જ અપાતા કુલ 21,506ને રજા અપાઈ છે.
- Cyber attack : ચીની હેકરોએ 5 દિવસમાં ભારત પર 40,000 સાયબર એટેકનો કર્યો પ્રયાસ
- FIFA U-17 વુમન ફૂટબોલ વર્લ્ડ કપ અમદાવાદમાં યોજાશે : CM રૂપાણી
- Mexico : 4.4 ની તીવ્રતાના ભૂકંપથી સેંકડો ઘરોને નુકસાન
- CBSE : જુલાઈમાં થનારી બોર્ડ પરીક્ષા કરાઈ રદ, જાણો વિગત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News