Online shopping

  • આજકાલ બધા લોકો Online shopping કરતા જ હોય છે.
  • તથા આ ઓનલાઇન શોપિંગમાં કેટલીક છેતરપિંડી પણ થતી હોય છે.
  • તો સુરત શહેરમાં પણ ઓનલાઇન શોપિંગ (Online Shopping) માં ઠગાઈ થવાનો કિસ્સો સામે આવ્યો છે.
  • સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતા હાર્ડવેર વેપારીને ઓનલાઈન લેપટોપ ખરીદતા પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે.
  • ઓનલાઇન લેપટોપ ખરીદવા nexastore.com નામની વેબસાઇટ પર ક્રેડિટ કાર્ડ (Credit Card) થી રૂ. 120 નો શિપિંગ ચાર્જ (Shipping Charge) ચૂકવવા જતા ભેજાબાજોએ રૂ. 34 હજાર ઉપાડી લીધા હતા.
  • કૈલાશ સાધુરામ અલથાણનાં સ્વસ્તિક શ્રીનાથ કોમ્પ્લેક્ષમાં રહે છે તથા તે સિંઘલ હાર્ડવેરની દુકાન ધરાવે છે.
  • કૈલાશ એ ગત તા. 17 ના રોજ લેપટોપ ખરીદવા માટે ગૂગલ પર સર્ચ કરતા  nexastore.com નામની વેબસાઇટ ઓપન થઇ હતી.
  • જેમાં HP કંપનીના લેપટોપ પર ક્લિક કરતા પેજ ઉપર શિપિંગ ચાર્જ પેટે રૂ. 120 ચૂકવવા જણાવતા કૈલાશે ઇન્ડુસ બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ચુકવ્યું હતું.
  • પેમેન્ટ કર્યાના બીજા દિવસે કૈલાશ પર બેંકમાંથી કોલ આવ્યો હતો કે તમે રૂ. 34 હજારનું ટ્રાન્ઝેકશન કર્યું છે કે? તે તમારા મેસેજમાં ચેક કરો.
  • તેથી કૈલાશે તુરંત જ મેસેજ ચેક કરતા રૂ. 20 હજાર, રૂ. 10 હજાર, રૂ. 2 હજારના ટ્રાન્ઝેકશનના મેસેજ હતા.
  • જેથી તુરંત જ કૈલાશે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી
  • અને બેંકમાં જઇ તપાસ કરતા વધુ એક ટ્રાન્ઝેકશન રૂ. 2 હજારનું થયું હતું.
  • આમ ઠગો એ અલગ અલગ રીતે કુલ રૂ. 34 હજાર તફડાવી લીધા હતા.
  • જેથી કૈલાશે પોતાનો ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું.
  • જોકે, ત્યાર બાદ પણ ભેજાબાજે રૂ. 25 હજારનું ટ્રાન્જેકશન કરવાનો પ્રયાસ કર્યો હતો.
  • પરંતુ કાર્ડ બ્લોક હોવાથી સફળતા મળી ન હતી.
  • જોકે, આ સમગ્ર બાબતે કૈલાશે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાઇબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી આ ભેજાબાજનું પગેરું શોધવાના પ્રયાસો શરુ કર્યા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024