Tirupati

  • આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં લગભગ 50 કરોડની જૂની નોટ છેલ્લા થોડાં મહિનામાં દાનમાં આવી છે.
  • નવેમ્બર 2016માં નોટબંધી બાદ ચલણથી બહાર થયેલી 500 અને 1000ની નોટનું દાન આજ સુધી જગવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરને મળી રહ્યું છે.
  • તો આ અંગે તિરૂપતિ (Tirupati) ટ્રસ્ટના ચેરમેન વાય.વી. સુબ્બારેડ્ડીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી આ જૂની નોટને બદલવાની માગ કરી છે.
  • વૈશ્વિક મહામારી કોરોના અને લોકડાઉનને કારણે તિરૂપતિ મંદિરમાં દાનમાં ભારે ઘટાડો આવ્યો છે.
  • જોકે, 11 જૂનથી મંદિર ખુલ્યા બાદથી એક મહિનામાં લગભગ 17 કરોડનું દાન મંદિરને મળ્યું છે.
  • જે કોરોના પહેલાં આવેલાં દાનનું 10 ટકા પણ નથી. એવામાં ટ્રસ્ટે મંદિરને આર્થિક રાહત પહોંચાડવા માટે દાનમાં આવેલાં 500 અને 1000ની જૂની નોટની મદદ લેવાની યોજના બનાવી છે.
  • તેમજ આ નોટ નવેમ્બર 2016ની નોટબંધી બાદ નોટ બદલવાની બધી જ સમય સીમા પૂર્ણ થયા બાદ આવી છે.
  • તો આ નોટને સંભાળીને રાખવી હવે ટ્રસ્ટ માટે માથાનો દુખાવો છે.
  • Tirupati મંદિર સાથે જોડાયેલાં સૂત્રોના કહેવા પ્રમાણે આ નોટ એક લાંબા સમયમાં દાન દ્વારા મળી રહી હતી.
  • લોકડાઉનના કારણે આ અંગે કોઇ નિર્ણય લેવાઇ શક્યો નથી.
  • Tirupati મંદિર ટ્રસ્ટના કહેવા પ્રમાણે વિશેષ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો આ નોટને બદલવામાં આવી શકે તો મંદિરની સ્થિતિને ખૂબ જ રાહત મળી શકે છે.
  • જોકે, મંદિર પ્રશાસન આ મુલાકાતને લઇને હાલ કશું જ કહેવાની સ્થિતિમાં નથી.
  • આ મામલે ટ્રસ્ટ તરફથી કોઇ જાણકારી જાહેર કરવાનું કહેવામાં આવ્યું નથી.
  • Tirupati ટ્રસ્ટના નામથી ચાલી રહેલી લગભગ 20 વેબસાઇટ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
  • આ સાઇટ્સ દર્શન ટિકિટ્સથી લઇને હોટલ બુકિંગ્સ અને ઓનલાઇન દાન જેવાં કામો માટે શ્રદ્ધાળુઓ પાસેથી રૂપિયા એકઠા કરતી હતી.
  • આ બધી જ સાઇટ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવીને તિરૂપતિ ટ્રસ્ટે પોતાનો ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે.
  • જેના ઉપર ફોન કરીને આવી કોઇપણ સાઇટ અંગે શ્રદ્ધાળુઓ ફરિયાદ કરી શકે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024