Lockdown in Bihar
- બિહારમાં કોરોનાની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને નીતીશ સરકારે મોટો નિર્ણય કર્યો છે.
- સરકારે સંપૂર્ણ પ્રદેશમાં ફરીથી 15 દિવસના પૂર્ણ લૉકડાઉન (Lockdown in Bihar) ની જાહેરાત કરી છે.
- આ વખતે સંપૂર્ણ લૉકડાઉનનો સમયગાળો 16 થી 31 જુલાઈ સુધી હશે.
- રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ તેની જાણકારી આપી છે.
- તેમણે જણાવ્યુ કે, મ્યુનિસિપલ બોડી, ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર, પેટા વિભાગો અને બ્લોક મુખ્યાલય 15 દિવસ માટે લૉકડાઉન રહેશે.
- બિહાર સરકારે Lockdown in Bihar આ નિર્ણય મંગળવારે મુખ્ય સચિવ દીપક કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ (CJM)ની બેઠક બાદ લીધો હતો.
- નિર્ણય પહેલા મુખ્ય સચિવે તમામ જિલ્લાઓના જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ સાથે સમીક્ષા બેઠક કરી હતી.
- આ બેઠકમાં તમામ જિલ્લાના સિવિલ સર્જન પણ હાજર રહ્યા હતા.
- લૉકડાઉન લાગૂ કરવાની જાણકારી નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ આપી હતી.
Bihar govt issues guidelines for lockdown from 16 to 31 July: Farming & construction-related activities allowed. Places of worship to remain closed. Commercial, private and govt establishments to remain closed apart from mentioned exceptions. Essential services allowed. #COVID19 https://t.co/wUGEzu1FG8 pic.twitter.com/p6lIYplqmD
— ANI (@ANI) July 14, 2020
- વૈશ્વિક મહામારી કોરોના ભારતમાં વિકરાળ બની રહી છે.
- સરકારનાં લાખ પ્રયત્નો છતા લોકો સરકારનાં દિશા-નિર્દેશ માનવા તૈયાર નથી જોવા મળતા.
- હવે પાર્ટી ઑફિસોમાં પણ કોરોના સંક્રમણનો ખૌફ જોવા મળી રહ્યો છે.
- ઉલ્લેખનીય છે કે સોમવારનાં બીજેપીનાં 75 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી 25 લોકો કોરોના પોઝિટિવ આવ્યા.
- મોટા નેતાઓની વાત કરીએ તો આમાં પ્રદેશ સંગઠનનાં મહામંત્રી નાગેન્દ્ર નાથ, બીજેપીનાં પ્રદેશ મહામંત્રી દેવેશ કુમાર, રાધા મોહન શર્મા અને રાજેશ શર્મા સામેલ છે.
- આ ત્રણ રાશિની યુવતીઓ નાની નાની વાતોમાં શક કર્યા કરે, જાણો
- આ 5 રાશિવાળાનો 16 જુલાઇનો દિવસ રહેશે ભારે, રાખો આ ખાસ વાતોનું ધ્યાન
- નોંધનીય છે કે બિહારમાં મંગળવારે બપોરના અઢી વાગ્યા સુધી કુલ સંક્રમિત કેસની સંખ્યા 17,421 થઈ ગઈ છે.
- જેમાંથી 12,364 લોકો સાજા થયા છે. જ્યારે 134 લોકોનાં મોત થયા છે.
- એટલે કે બિહારમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 4,923 છે.
- જ્યારે 10 જુલાઇ બપોર સુધી બિહારમાં 14,330 પોઝિટિવ કેસ હતા.
- પરંતુ 13 જુલાઇના રોજ સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દર્દીઓની સંખ્યા વધીને 17,421 થઈ ગઈ હતી.
- તો 10 થી 13 જુલાઇ વચ્ચે કોરોનાને કારણે 23 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં બે ડૉક્ટર પણ સામેલ છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow