India-China

  • India-China (ભારત અને ચીન) નાં કમાન્ડરોની વચ્ચે મંગળવારનાં લગભગ 14 કલાક સુધી પૂર્વ લદ્દાખનાં તમામ ભાગોમાં સૈન્યને ઓછું કરવાનાં મુદ્દા પર વાતચીત ચાલી.
  • આ બેઠકમાં LAC પર તણાવ ઓછો કરવા અને પૈંગોંગ ત્સો અને ડેપસૉન્ગનાં વિસ્તારોમાં સૈન્ય સજ્જતા ઓછી કરવાની રૂપરેખા સહિત અનેક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું.
  • પૂર્વ લદ્દાખનાં ચુશૂલમાં લગભગ 14 કલાક સુધી ચાલી રહેલી બેઠકમાં બંને દેશોનાં કમાન્ડરોની વચ્ચે લાંબી વાતચીત થઈ.
  • તેમાં ભારતે ચીનને 5 મેથી પહેલા જ સ્થિતિઓ જાળવી રાખવાની માંગ કરી.
  • ભારત તરફથી આ વાતચીતમાં સેનાની 14 કૉરનાં કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ સામેલ થયા.
  • આ બેઠકમાં ભારતે ચીની સેના સાથે એલએસીની બંને તરફ રહેલા લગભગ 30 હજાર સૈનિકોની ડિ-એક્સેલેશન પ્રોસેસનો આખો રૉડમેપ બનાવવાને લઇને પણ મંથન કર્યું.
  • જો કે, આ પ્લાનમાં પૂર્વ લદ્દાખનાં વિસ્તારોમાં બંને તરફની સેનાઓની આર્ટિલરી ફૉર્સેસ, ટેન્ક્સ અને અન્ય ભારે હથિયારોને ફરીથી પરત લઇ જવા પર વાતચીત થઈ.
  • ભારતે માંગ કરી છે કે ચીન પોતાની પીપલ્સ લિબ્રેશન આર્મીનાં જવાનોને 8 કિલોમીટર પાછળ ફિંગર-8ની પેલી પાર મોકલે.
  • ચીનનાં સૈનિકોએ પોતાના જવાનોને ફિંગર-4 થી ફિંગર-5 તરફ વિસ્થાપિત તો કર્યા છે.
  • પરંતુ અત્યાર સુધી આ વિસ્તારમાં રહેલી રિઝ લાઇનથી સૈન્ય ઉપસ્થિતિ ઓછી નથી કરી.
  • આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, આ હાઈ લેવલ બેઠકમાં પૈંગોંગ અને ડેપસાંગમાં સેનાનાં પુન:આગમનનાં સેકન્ડ ફેઝ પ્રોસેસને શરૂ કરવા પર ભાર આપવામાં આવ્યો.
  • નોંઘનીય છે કે, તાજેતરમાં જ પૂર્વ લદ્દાખનાં તમામ વિસ્તારોમાં સૈન્ય ઉપસ્થિતિ ઓછી કરવાને લઇને ભારતનાં એનએસએ અજીત ડોભાલ અને ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.
  • આ વાતચીતમાં પૂર્વ લદ્દાખમાં તણાવ ઓછો કરવા પર સંપૂર્ણ સહમતિ બની હતી.
  • અજીત ડોભાલની વાતચીતથી પહેલા 30 જૂનનાં બંને દેશોનાં કમાન્ડરોની વચ્ચે પણ તણાવ ઓછો કરવાને લઇને ચર્ચા થઈ હતી,
  • જેમાં ચરણબદ્ધ રીતે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિઓને સામાન્ય કરવાને લઇને સહમતિ બની હતી.
  • ગત મહિને જે ગલવાન ખીણમાં બંને દેશોનાં સૈનિકોની વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો, ત્યાંથી બંને સેનાઓ પાછળ હટી ચુકી છે.
  • હૉટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં પણ બંને દેશોએ પોત-પોતાની સેનાઓને પાછળ કરી લીધી છે.
  • ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા અંતર્ગત બંને સેનાઓને LAC પર 5 મેથી પહેલાવાળી સ્થિતિ પર આવવા કહ્યું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024