Herd Immunity
- અમદાવાદ શહેરમાં કોરોના સામે એન્ટીબોડી ડેવલપ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
- AMC એ શહેરમાં હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity) હોવાની વાત ફગાવી દીધી છે.
- જો કે, 16 જૂનથી 11 જુલાઈ દરમિયાન એન્ટીબોડી માટે 30,000 લોકોના રિપોર્ટ લેવાયા હતા.
- 30,000 માંથી માત્ર 17.5 ટકા નાગરિકોમાં હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity) ડેવલપ થઈ હોવાનું સામે આવ્યું છે.
- AMC ના અધિકારીઓએ દિલ્હી સ્થિત ICMR ચેરમેન ડો. બલરામ ભાર્ગવ સાથે આ અંગે ચર્ચા કરી હતી.
- તથા આધિકારીક રીતે આવો કોઈ સર્વે ICMRએ ન કર્યો હોવાનો AMC એ સ્વીકાર કર્યો છે.
- અમદાવાદ મહાનગરપાલિકાના સાત વિસ્તારોમાં 16 જૂનથી 11 જુલાઈ સુધી થયેલા સર્વે અને સેમ્પલના આધાર પર અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ મોટો દાવો કર્યો છે.
- તો શહેરના આ સાત ઝોનમાંથી લેવાયેલા 30 હજાર લોકોના સેમ્પલોમાંથી સાડા સત્તર ટકા એટલે કે 5,263 લોકોમાં એન્ટી બોડી ડેવલપ થયેલી જોવા મળી.
- માત્ર આ સાત ઝોનના 30 હજાર લોકો પૈકી પાંચ હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા અને તેમાંથી બહાર પણ નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું.
- સેમ્પલ લેવાયેલા લોકો પૈકી લગભગ 18 ટકા જેટલી મહિલાઓ તો, સવા 17 ટકા પુરુષોમાં એન્ટી બોડી ડેવલપ થયેલી જોવા મળી.
- જો કે, 70 થી 80 ટકા લોકોમાં એન્ટી બોડી ડેવલપ થઈ હોય તો જ તેને હર્ડ ઈમ્યુનિટી (Herd Immunity) કહી શકાય.
- તેમજ જે સેમ્પલ લેવાયા હતા તે પૈકી અમદાવાદના મધ્યઝોનમાં 28.43 ટકા, ઉત્તર ઝોનમાં 27.42 ટકા લોકોમાં એન્ટી બોડી જોવા મળી.
- તથા પૂર્વ ઝોનમાં 23.22 અને દક્ષિણ ઝોનમાં 16.15 ટકા લોકોમાં એન્ટી બોડી જોવા મળી.
- જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 13.43 ટકા લોકોમાં એન્ટિબોડી ડેવલપ થઈ.
- સૌરાષ્ટ્ર અને રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈ આ મહત્વપૂર્ણ નિર્ણય
- રક્ષાબંધનના દિવસે સર્જાયો ભદ્રા યોગ,જાણો રાખડી બાંધવાના શુભ મૂહર્તો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow