DGP
- ગુજરાતમાં નવા DGP ની નિમણૂંકની કવાયત હાથ ધરવામાં આવી છે.
- તેના માટે રાજ્ય સરકાર દ્વારા નામોની એક યાદી તૈયાર કરવામાં આવી છે.
- રાજ્યના DGP શિવાનંદ ઝા દ્વારા કેન્દ્રને 13 નામની યાદી મોકલાઈ છે.
- તમને જણાવાનું કે 31 જુલાઈએ ગુજરાતના DGP શિવાનંદ ઝા નિવૃત થશે.
- કોરોના મહામારીના કારણે તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
- તો ગુજરાતના આગામી DGP તરીકે આશિષ ભાટિયા, કેશવકુમાર, રાકેશ અસ્થાના, એ.કે.શર્મા, ટી.એસ.બીષ્ટ, સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, વિકાસ સહાયનું યાદીમાં નામ છે.
- ત્યારે હવે કયા નામ પર કેન્દ્ર મહોર મારે છે. તે જોવાનું રહ્યું।
- કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે DGP પદ પરથી નિવૃત્ત થઇ રહેલા શિવાનંદ ઝાની ત્રણ મહિનાની મુદ્દત વધારવામાં આવી હતી.
- તો હવે આ ત્રણ મહિનાની મુદત પૂર્ણ થવા જઇ રહી છે ત્યારે જુલાઈ મહિનામાં પોલીસ તંત્રમાં રૂપાણી સરકાર મોટાપાયે ફેરબદલ કરવાની તૈયારીમાં છે.
- સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યના પોલીસ વડા (DGP) શિવાનંદ ઝા નિવૃત થઇ રહ્યા છે ત્યારે તેની જગ્યાએ નવા DGP ની નિમણૂંક થવાની શક્યતાઓ છે.
- જોકે શિવાનંદ ઝાએ વધુ ત્રણ મહિનાની મુદ્દત માંગી છે પરંતુ એવું નક્કી મનાઇ રહ્યું છે કે, વધુ એક એક્સ્ટેન્શન શક્ય લાગતું નથી.
- જો કે, રાજ્ય પોલીસના વડા તરીકે શિવાનંદ ઝાના નિવૃત્ત થવા પર રાજ્યના પોલીસ વડાની રેસમાં ગુજરાત કેડરના 1985ની બેચના આઇપીએસ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા અગ્રસ્થાને છે.
- ત્યારે બીજી બાજુ ગુજરાતના 3 IPS ને DGP કેડરનું પ્રમોશન મળે તેવી શક્યતા દેખાઈ રહી છે.
- તો ACB ના ડાયરેક્ટર કેશવકુમારને પ્રમોશન, રેલવે CID ક્રાઈમના ADGP સંજય શ્રીવાસ્તવ અને પોલીસ રિફોર્મના વિનોદ મલને પણ પ્રમોશન મળ્યું છે.
- 1986 બેચના 3 IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.
- ગુજરાત: આ પ્રસિદ્ધ શક્તિપીઠને પ્રથમવાર મળ્યું ISO 9001 સર્ટિફિકેટ
- અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી હોવા મુદ્દે AMC એ કર્યો આ ખુલાસો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow