Rupani

  • ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Rupani)કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થવાની અટકળો તેજ બની છે.
  • તો આ વિસ્તરણમાં રૂપાણી સરકારના પાંચ પ્રધાનો (ministers) નાં પત્તાં કપાઈ જશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે.
  • (Rupani) રૂપાણીના મંત્રીમંડળમાંથી જે ministers નાં પત્તાં કપાવાની અટકળ ચાલી રહી છે.
  • તેમાં કેબિનેટ કક્ષાના પ્રધાન આર.સી.ફળદુ અને ઇશ્વર પરમાર ઉપરાંત વિભાવરીબેન દવે, કુમાર કાનાણી અને વાસણ આહિરનો સમાવેશ થાય છે.
  • તો આ પૈકી ફળદુને વિધાનસભાના સ્પીકર બનાવાય તેવી શક્યતા છે.
  • ગુજરાતમાં ટૂંક સમયમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ક્યારે યોજાશે તે નક્કી નથી પણ આ પેટાચૂંટણી પહેલાં જ મંત્રીમંડળનુ વિસ્તરણ થશે તેવી વાતે જોર પકડયુ છે.
  • ત્યારે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, ભાજપના ચાર ધારાસભ્યોનો પ્રધાનમંડળમાં સમાવેશ કરાશે।
  • તથા વર્તમાન પ્રધાનોમાંથી રાજ્ય કક્ષાના એક પ્રધાનને બઢતી આપીને કેબિનેટ દરજ્જાના પ્રધાન બનાવવામાં આવશે.
  • અત્યારે પ્રદીપસિંહ જાડેજા રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન છે.
  • તેમને કેબિનેટ (cabinet) મંત્રી બનાવીને તેમનું ખાતું બદલવામાં આવે તેવી શક્યતા છે.
  • આ ઉપરાંત પ્રદેશ પ્રમુખપદેથી મુદત પૂરી કરનારા જીતુ વાઘાણી, વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી અને આત્મારામ પરમારને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવાઈ શકે છે.
  • આત્મારામ પરમાર હાલમાં ધારાસભ્ય નથી પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પ્રવિણ મારૂને બદલે તેમને ગઢડામાંતી લડાવવાની વાતો ચાલી રહી છે.
  • તદુપરાંત કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા બ્રિજેશ મેરજા અને ભાજપના દંડક પંકજ દેસાઇ પણ રાજ્ય કક્ષાના પ્રધાન બની શકે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024