geologist

Geologists

  • વૈશ્વિક મહામારી કોરોનાની સાથે આ વર્ષમાં એક પછી એક દેશ સહિત દુનિયાના દેશોમાં કુદરતી આપત્તિઓ આવી રહી છે.
  • તો આજે કચ્છમાં વહેલી સવારે 6.47 વાગે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • ભૂકંપનું કેન્દ્રબિદુ ભચાઉ, કચ્છથી 23 કિ.મી દૂર નોંધવામાં આવ્યું છે.
  • કચ્છમાં આજે વહેલી સવારે લોકો ઉંઘી રહ્યા હતા, ત્યારે ભૂકંપનો આંચકો આવતા ઘરની બહાર દોડી આવ્યા હતા.
  • પરંતુ આજે ભૂસ્તરશાસ્ત્રી (Geologists) ઓએ એક આગાહી કરી છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ થોડા સંશોધન બાદ એક ચોંકાવનારી વાત જણાવી છે.
  • ભૂસ્તરશાસ્ત્રીઓ (Geologists) એ આગાહી કરી છે કે આવનારા વર્ષોમાં ગમે ત્યારે ગુજરાતના કચ્છમાં જબરદસ્ત મોટો ભૂકંપનો આંચકો આવી શકે છે.
  • કચ્છ યુનિવર્સિટીના સંશોધકો અને ગાંધીનગરમાં આવેલા ઈન્સ્ટીટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે ધ કચ્છ મેઈનલેન્ડ ફોલ્ટ (કેએમએફ) ધરતીના પેટાળમાં આવેલી આ ફોલ્ટ લાઈન ખુબ જ મોટી ઈસ્ટ-વેસ્ટ ટ્રેડિંગ ફોલ્ટ લાઈન છે.
  • તથા આશરે 1000 વર્ષથી સષુત્પ અવસ્થામાં હતી.
  • જો કે, હવે તેમાં સ્ટ્રેસનું નિર્માણ થતાં આ ફોલ્ટ લાઈન ભૂકંપ લાવી શકે છે.
  • આ ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ એમ 150 કિમી જેટલી લાંબી છે.
  • તથા ભૂસ્તરશાસ્ત્રીઓ (Geologists) એ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે.
  • આ ફોલ્ટ લાઇન પર છેલ્લા એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે.
  • જે ગમે ત્યારે બહાર આવતા મોટો ભૂકંપ આવી શકે છે.
  • જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયંકર નૂકસાન થવાનો અંદાજો છે.
  • ગત મહિને અરેબિયન જર્નલ ઓફ જિયો સાયન્સમાં આ અંગેનો અભ્યાસ લેખ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
  • આ ફોલ્ટ લાઇનમાં ક્યારે ભૂકંપના આંચકા આવ્યા તે જાણવાની કોશિશ કરાઇ હતી.
  • તેમજ આ લાઇનમાં 5600 વર્ષથી છેલ્લે 1000 વર્ષ વચ્ચે ચાર મોટા ભૂકંપ આવ્યા હોવાનું તપાસ બાદ બહાર આવ્યું હતું. જે 2001ના ભૂકંપથી પણ મોટા હતાં.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024