Kargil Vijaya van

  • તા.૨૬ જુલાઈ કારગીલ વિજય દિન નિમિત્તે પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે કારગીલ વિજય વનના (Kargil Vijaya van) નિર્માણ થકી વિર શહિદોને હરિત વિરાંજલી
  • જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના વિચારને મૂર્ત સ્વરૂપ આપી ૧૦ હજાર ચો.મી. જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી ૧૧,૧૧૧ વૃક્ષોનું વાવેતર
  • સહસ્ત્ર તરૂ વનનું પ્રથમ સોપાન કારગીલના શહિદોને અર્પણ, કુલ ૬૦ હજાર ચો.મી. જગ્યામાં આગામી ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરાશે વૃક્ષારોપણ
Kargil Vijaya van
  • પાટણ ખાતે નિર્માણ પામનાર સહસ્ત્ર તરૂ વનના પ્રથમ તબક્કામાં ૧૧,૧૧૧ વૃક્ષોના વાવેતર દ્વારા કારગીલના યુદ્ધમાં શહિદ થનાર વિર જવાનોને પાટણ ખાતે હરિત વિરાંજલી આપવામાં આવી.
  • જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા સરસ્વતી નદીના કિનારે કારગીલ વિજય વન (Kargil Vijaya van) ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
  • કારગીલ વિજય વન (Kargil Vijaya van) ખાતે વૃક્ષારોપણ કરતાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, અલગ અલગ સ્થળોએ વૃક્ષારોપણ બાદ તેના જતનના અભાવે અપેક્ષિત પરિણામ મળતું નથી.
  • તેના બદલે ચોક્કસ સ્થળ નક્કી કરી એકસાથે મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર થાય તે માટે અહીં પ્રથમ તબક્કામાં ૧૦ હજારથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન છે.
Kargil Vijaya van
  • વધુમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, ઘટી રહેલા ગ્રીન કવરને કારણે જોખમાયેલા બાયોડાયવર્સિટીના સંતુલનને જાળવવા સહસ્ત્ર તરૂ વન ખાતે ૨૫ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવશે.
  • જે રાણીની વાવ અને પટોળાની જેમ પાટણની આગવી ઓળખ ઉભી કરશે.
  • પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, પર્યાવરણની સતત દરકાર કરતાં જિલ્લા કલેક્ટરશ્રીએ આપેલા સહસ્ત્ર તરૂ વનના નિર્માણના વિચારને સાકાર કરવા જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓ જોડાઈ છે.
  • પ્રબુદ્ધ નગરજનો અને તંત્રના સહયોગથી પાટણ હરિયાળું શહેર બને તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે.
Kargil Vijaya van
  • કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા વિર શહિદોની યાદમાં સરસ્વતી નદીના કિનારે ૧૦ હજાર ચોરસમીટર જગ્યામાં માનવસર્જિત વન તૈયાર કરવામાં આવી રહ્યું છે.
  • જેમાં મિયાવાકી પદ્ધતિથી વિવિધ ૬૧ પ્રજાતિના ૧૧,૧૧૧ છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
  • સંભવતઃ રાજ્યમાં મિયાવાકી પદ્ધતિથી નિર્માણ પામનાર આ સૌથી મોટું જંગલ હશે.
  • પાટણના દાતાશ્રીના અનુદાન, પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન, રોટરી ક્લબ ઑફ પાટણ, આર્યાવર્ત નિર્માણ ટ્રસ્ટ સહિત શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પાટણ જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી નિર્માણ પામનાર સહસ્ત્ર તરૂ વન ખાતે પર્યાવરણના જતન માટે સતત કાર્યરત એવા પાંચ એન્વાયરમેન્ટ વોરિયર્સને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી તેમના પ્રકૃતિ પ્રેમને બિરદાવવામાં આવ્યો.
Kargil Vijaya van
  • આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી જે.જે.રાજપૂત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.જે.જે.વૉરા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, મામલતદારશ્રી, ચીફ ઑફિસરશ્રી સહિતના અધિકારીશ્રીઓ તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, નગરપાલિકાના હોદ્દેદારો તથા સંગઠનના પદાધિકારીશ્રીઓ સહિત પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024