disciple
- સાધુ સમાજનું લોકોમાં માન ઘટી જાય તેવી આ ઘટનાની વિગતો એવી છે
- વડતાલ મંદિરના પૂર્વ મુખ્ય કોઠારી ઘનશ્યામશાસ્ત્રી વિરુધ્ધ તેમના જ યુવાન શિષ્ય (disciple) વેદાંતવલ્લભ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે,
- ઘનશ્યામશાસ્ત્રી સાતેક વર્ષથી તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા.
- બળજબરીથી અસંખ્ય વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
- તથા આક્ષેપ કરનાર સ્વામીએ એક વીડિયો પણ વાયરલ કર્યો છે. જેમાં તેમણે સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો છે.
- સ્વામીના આક્ષેપ મુજબ ઘનશ્યામશાસ્ત્રીના કરતૂત અંગે ગયા મહિનાના અંતે સત્સંગ મહાસભા યોજાઈ હતી
- ત્યારે મહાસભાના પ્રમુખ નૌતમસ્વામી, સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ તથા અન્ય સંતોને ૩૨ પાનાનો પત્ર લખ્યો હતો.
- આ પત્રમાં ૨૦૧૩ની સાલથી શરૂ કરીને જુદા જુદા સ્થળોએ વેદાંતવલ્લભ સ્વામીનું કેવી શારીરિક શોષણ કરવામાં આવ્યું તેનું વર્ણન કર્યું છે.
- આ પત્ર આપ્યા બાદ વડતાલ પાસેના સંજાયા ગામના એક હરિભક્તે ચકલાસી પોલીસ મથકમાં ઘનશ્યામશાસ્ત્રી અને તેમના મળતીયા સંતો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગ સાથે અરજી આપી હતી.
- પરંતુ પોલીસ અને વડતાલ સંપ્રદાયના સંતોએ જ્યાં સુધી ફરિયાદી પોતે ફરિયાદ ન આપે ત્યાં સુધી કોઈ કાર્યવાહી થઈ ન શકે તેમ કહીને મામલો દબાવી દીધો હતો.
- પોલીસે કાર્યવાહી નહીં કરતા એક માસથી ભૂગર્ભમાં જતા રહેલા વેદાંતવલ્લભ સ્વામીએ (disciple) ૪૫ મિનિટનો વીડિયો વાયરલ કર્યો હતો.
- તેમાં તેમણે ખૂબ ધીમા અને દબાયેલા અવાજમાં દુષ્કર્મની વાત કહી છે.
- તેમણે પોતાની આપબીતી આ ૩૨ પાનાના પત્રમાં પણ વર્ણવી હતી.
- જો કે, આ વીડિયો કંડારી ગામના ગુરુકુળની યુ-ટયૂબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે.
- વડતાલ મંદિરના પૂર્વ ચેરમેન અને પદભ્રષ્ટ કરાયેલા મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીનો ઈતિહાસ ઘણા લાંબા સમયથી ખરડાયેલો છે.
- તેના ગુરૂ નંદકિશોર સ્વામી સાથે સંબંધ વણસતા અગાઉ બેથી ત્રણ વખત મંદિરમાંથી ભગવા ઉતારી સફેદ વસ્ત્રો પહેરાવી તગેડી મુકાયા હતા.
- ત્યાર પછી દીક્ષા ગ્રહણ કરી જાતે જ ભગવા પહેરી મંદિરમાં કબજો જમાવ્યો હતો.
- વેદાંતવલ્લભ સ્વામીએ આ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે,
- ઘનશ્યામશાસ્ત્રીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની શરૂઆત જૂન-૨૦૧૩થી કરી હતી
- તથા તેમને રોજ બપોરે અને રાત્રે સેક્સ કરવા જોઈતું હતું
- ઘનશ્યામશાસ્ત્રીના શિષ્ય (disciple) દિવ્યવલ્લભે તેમની પાપલીલા બહાર ના આવે તે માટે ધમકીઓ આપી છે, કેટલાકને મરાવી પણ નાખ્યા છે
- ઘનશ્યામશાસ્ત્રીએ અસંખ્ય છોકરાઓનું શારીરિક શોષણ કર્યું છે
- પ્રબોધિની એકાદશી, તહેવારો, અમાસ, પૂનમ, ઉત્સવોની રાત્રે પણ શોષણ કરતા હતા
- ઘનશ્યામશાસ્ત્રીના સેક્સકાંડમાં તેના નવ શિષ્ય (disciple) દર્શનવલ્લભ, રણછોડ ભગત, નિષ્કામવલ્લભ, વિજ્ઞાનવલ્લભ, રસિકવલ્લભ, વિવેકવલ્લભ વગેરે સામેલ છે.
- કંડારી, નાવલી, કુંડળ, ધ્રાંગધ્રા, સુરત, જેતપુર, ભૂજ, જૂનાગઢ, ઋષિકેશ, હરિદ્વાર, માનસરોવર, લોયા, વડતાલ જેવા પવિત્ર યાત્રાધામોમાં દુષ્કર્મ આચર્યું છે
- તેમજ તેને જણાવ્યું કે, ઘનશ્યામશાસ્ત્રી જે રૂમમાં ઠાકોરજી રાખે છે તેમની સામે જ મારી પર અનેકવાર દુષ્કૃત્ય કર્યું છે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow