child marriage

  • સગીરાના બાળલગ્ન (child marriage) કરાવનાર પાંચ વ્યક્તિઓ વિરૂદ્ધ ચાણસ્મા (Chanasma) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો.
  • પાટણ પ્રાંત અધિકારીશ્રીને બાબતની જાણ થતાં ભાટસર ગામના યુવક સાથે બાળલગ્ન કરાવનાર સામે બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રીની કચેરી દ્વારા કાર્યવાહી
  • ચાણસ્મા (Chanasma) તાલુકાના ગોખરવા ગામની બાળકીના ભાટસરના યુવક સાથે બાળલગ્ન (child marriage) કરાવ્યા હોવા બાબતની મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેને જાણ થતાં યુવક સહિત પાંચ લોકો સામે ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
  • મદદનીશ કલેક્ટરશ્રીની સુચના અનુસાર પાટણ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી તથા તેમની ટીમ દ્વારા સામાજીક કાર્યકરને સાથે રાખી બાળલગ્ન બાબતે તપાસ હાથ ધરવામાં આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
  • આ બાબતે પૂછપરછ કરતાં ગોખરવા ગામે રહેતી બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દિકરીના લગ્ન ભાટસર ગામના યુવક સાથે તા.૦૨ જૂન ૨૦૧૯ના રોજ કરાવવામાં આવ્યા હતા.
  • ત્યાર બાદ ટીમ દ્વારા બાળકીના સાસરી પક્ષે આ બાબતની પુષ્ટી કરી હતી તથા યુવકે પણ બાળલગ્ન (child marriage) કર્યા હોવાનું સ્વિકાર્યું હતું.
  • જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી તથા ટીમ દ્વારા આ બાબતે બંને પક્ષ તરફથી સગીર પતિ-પત્નિના જન્મના તથા લગ્નના પુરાવા મેળવ્યા હતા.
  • જેમાં બાળલગ્ન (child marriage) હોવાનું જણાતા લગ્ન કરાવનાર માતા-પિતા, તેમને મદદ કરનાર તથા યુવક સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ હેઠળ ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો.
  • ઉલ્લેખનીય છે કે, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ દિકરીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તથા દિકરાની ઉંમર ૨૧ વર્ષ કરતાં ઓછી હોય અને લગ્ન કરવામાં આવે તો આવા લગ્ન બાળલગ્ન કહેવામાં આવે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024