Signature
- હસ્તાક્ષર (Signature) પરથી વ્યક્તિની ઓળખ તેના સંસ્કાર, આવડત અને વ્યક્તિત્વ બને છે.
- પરંતુ વ્યક્તિ તેના મનથી કેવો છે તે વાતનો ખ્યાલ તેના હસ્તાક્ષર પરથી મેળવી શકાશે.
- જેમકે જે લોકોના અક્ષર મોટા હોય છે તેઓ ઉત્સાહી, બુદ્ધિજીવી અને આદર્શવાદી હોય છે.
- નાના અક્ષર કરનાર લોકો પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરનારા હોય છે,
- તેઓ હાથમાં લીધેલા કામને પૂર્ણ કરનારા હોય છે.
- ખુબ જ ઘાટા અને દબાળવાળી સહીઓ (Signature) જવાબદાર વ્યક્તિને સૂચવે છે.
- આવી વ્યક્તિ ઇમાનદાર કર્મનિષ્ઠ અને વચનના પાક્કા હોય છે.
- તેઓ લોકોનો વિશ્વાસ જીતે છે. મહત્વના કાર્યોને પાર પાડે છે.
- જોકે તેઓ થોડા અડિયલ પણ હોય છે.
- આવા લોકો બેંક ઓફિસર, ક્લૈરિકલ જોબ અથવા એકાઉન્ટથી સંબંધ ધરાવે છે.
- તથા સહી (Signature) કર્યા પછી છેલ્લે ડોટ કે ડેશ કરનારા લોકો ડરપોક, શંકાશીલ સ્વભાવના હોય છે.
- પેન પર જોર આપીને લખનારા ભાવુક, ઉત્તેજક જીદ્દી અને સ્પષ્ટવાદી હોય છે.
- પેન ઉઠાવ્યા વગર એક જ વારમાં પુર્ણ શબ્દ લખનારા રહસ્યવાદી, ગુપ્ત પ્રવૃત્તિ અને વાદ-વિવાદકર્તા હોય છે.
- તેમજ નીચે ત્રણ લાઇન બનાવનારા અવિશ્વાસુ અને ડરપોક હોય છે.
- તેઓ પહેલ કરવાથી બચે છે. અનિર્ણયની સ્થિતિમા રહે છે.
- અકારણ ચિંતાતુર રહે છે. તેમને લોકોની સલાહથી આગળ વધવું પસંદ હોય છે.
- તેઓ જીવન સહજતાથી જીવવા પર વિશ્વાસ રાખે છે.
- અવરોધક ચિહ્ન લગાવનારા વ્યક્તિ કુંઠાગ્રસ્ત, સામાજિકતા અને નૈતિકતાવાળા હોય છે. તેઓ આળસુ પ્રવૃત્તિના હોય છે.
- ઉતાવળમાં સાઈન (Signature) કરનારા કાર્યને ગતિથી હલ કરનારા અને તીવ્ર તાત્કાલિક બુદ્ધિવાળા હોય છે.
- તેમજ શિરો રેખાથી હસ્તાક્ષર જાગૃત, સજગ અને બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરનારા હોય છે.
- સ્પષ્ટ સહી કરનારા ખુલ્લા મનના, વિચારવાન અને પારદર્શી પ્રવૃત્તિના કાર્ય કરનારા હોય છે.
- મોટા ફેલાવા સાથે હસ્તાક્ષર (Signature) કરનારા દેખાડો કરનારા તથા શોખિન હોય છે.
- તેઓ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા હોય છે.
- નીતિ નિયમોની પરવાહ કરતા નથી.
- ઉપરાંત તેમની આવક-જાવક અનિશ્ચિત હોય છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow