RBI
- ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ વ્યાજ દરો પર નિર્ણય જણાવી દીધો છે.
- તેમજ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
- જોકે, આ વર્ષની વાત કરીએ તો રિઝર્વ બેન્કે લૉકડાઉનને ધ્યાને લઈ બે વખત વ્યાજ દરોમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો છે.
- શક્તિકાંત દાસે જણાવ્યું કે, રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.3 ટકા યથાવત રાખવામાં આવ્યો છે.
- એટલે કે EMI કે લોનની વ્યાજદરો પર નવી કોઈ રાહત મળશે નહીં.
- એક્સપર્ટ્સનું કહેવું છે કે જૂનમાં વધેલા મોંઘવારી દરને જોતાં એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે રિઝર્વ બેન્ક રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે.
- આ વર્ષે જૂનમાં એન્યૂઅલ ઇનફ્લેશન રેટ માર્ચના 5.84 ટકાના મુકાબલે વધીને 6.09 ટકા થઈ ગયો.
- તે રિઝર્વ બેન્કના મીડિયમ ટર્મ ટારગેટથી વધુ છે. રિઝર્વ બેન્કનો આ ટાર્ગેટ 2-6 ટકા છે.
- રિઝર્વ બેંક (RBI)ના કામકાજને લઈ શક્તિકાંત દાસે કહ્યું કે, અમે લોકો વિષમ પરિસ્થિતિમાં સતત કામ કર રહ્યા છીએ.
- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દુનિયાની કદાચ પહેલી સેન્ટ્રલ બેંક હશે કે જેણે કર્મચારીઓની સુરક્ષા માટે સ્પેશિયલ ક્વોરટિન ફેસિલિટી સેટઅપ તૈયાર કર્યું છે.
- અને આ એટલા માટે કરાયું કેમ કે, મહત્વપુર્ણ કામકાજમાં કોઈપણ સમસ્યા ન આવે.
- RBI એ લોકોને મોટી રાહત આપતાં ગોલ્ડ પર જ્વેલરી પર લોન આપવાની વેલ્યુ વધારી દીધી છે.
- પહેલાં સોનાંની કુલ વેલ્યુના પ્રમાણમાં 75 ટકા રકમ સુધી લોન મળતી હતી.
- પણ કોરોનાને કારણે તેને વધારીને 90 ટકા સુધી કરી દેવામાં આવી છે.
- પણ આ સુવિધા 31 માર્ચ 2021 સુધી જ છે.
- આ ઉપરાંત રિઝર્વ બેંકે નેશનલ હાઉસિંગ બેંક, નાબાર્ડને 10 હજાર કરોડ એડિશનલ ફંડ આપવાનું એલાન કર્યું છે.
- આ ઉપરાંત RBI ગવર્નરે જણાવ્યું કે, કોરોનાની માર બાદ દેશની ઈકોનોમી હવે ટ્રેક પર પરત ફરી રહી છે.
- શક્તિકાંત દાસે કહ્યું કે, સારી ઉપજને કારણે ગ્રામીણ ઈકોનોમીમાં રિકવરી આવી રહી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow