Mumbai માં 46 વર્ષ બાદ આવો ભયંકર વરસાદ,હાઈટાઇડની ચેતવણી

પોસ્ટ કેવી લાગી?

Mumbai

  • મુંબઇ (Mumbai) માં મૂશળધાર વરસાદે ફરી એકવખત કહેર વરસાવ્યો છે.
  • તો છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે.
  • તેની સાથે જ ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ગુરુવાર સવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે.
  • બીજી તરફ, IMD મુજબ દરિયામાં બપોરે 1:51 વાગ્યે હાઈટાઇટ આવવાની શક્યતા છે.
  • ભારે પવન અને વરસાદના લીધે મુંબઇ (Mumbai) નું જનજીવન પ્રભાવિત થયું હતું.
  • આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી શકય તમામ મદદ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું.
  • તો મુંબઇની મસ્જીદ અને ભાયખલા સ્ટેશનની વચ્ચે બે લોકલ ટ્રેનો રેલવે ટ્રેક પર પાણી ભરાતા ફસાય ગઇ હતી.
  • જો કે, તમામ 55 પેસેન્જર્સને રેસ્કયૂ કરી બચાવી લેવાયા.
Mumbai
  • તથા બપોરે 1.19 વાગ્યે હાઇ ટાઇડના લીધે દરિયામાં 4.43 મીટર ઊંચી લહેરો ઉઠી.
  • મુંબઇ (Mumbai) ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા.
  • કિંગ્સ સર્કલ અને હિંદમાતામાં રસ્તા પર પાણી ભરાતા અવરજવર પર અસર પડી.
  • સાયન, માટુંગા, ખાર સબવે, દાદર ટીટી, શેખ મિસ્ત્રી દરગાહ, પોસ્ટલ કોલોની, ચેમ્બુર, ચૂના ભટ્ટી, માનખુર્દ રેલવે સ્ટેશન, તિલકનગર, અંધેરી સબવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
  • તેમજ મિલન સબવે, ખાર સબવે, મલાડ સબવે, દહીંસર સબવે, નેશનલ કોલેજ (બાંદ્રા), જોગેશ્વરી, કાંદિવલી, બોરિવલી, અને બીજા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

  • બીજી તરફ, વરસાદના કારણે ઊભી થયેલી કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે મહારાષ્ટ્રમાં NDRF ની 16 ટીમો તૈનાત કરવામાં આવી છે.
  • તેમાંથી 5 મુંબઈ (Mumbai) માં તૈનાત છે. આ ઉપરાંત 4 ટીમ કોલ્હાપુર, 2 ટીમ સાંગલી અને 1-1 ટીમ સતારા, થાણે, પાલઘર, નાગપુર અને રાયગઢમાં તૈનાત કરવામાં આવી છે.
Mumbai
  • મુંબઈ (Mumbai) ના મરીન ડ્રાઇવ વિસ્તારમાં આવેલા ઈસ્લામ જિમખાના, પારસી જિમખાનાના ગ્રાઉન્ડમાં જાણે નદી વહેતી હોય તેવું દૃશ્ય સર્જાયું.
  • સાથોસાથ મરીન ડ્રાઇવજ સ્ટેશન જવાના રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા.
  • બંને જિમખાનામાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે.
  • આ ઉપરાંત જિમખાનાની અંદર સુધી પાણી ફરી વળ્યા છે.
  • પાણીમાં બેરિકેટિંગ, વૃક્ષો મોટી સંખ્યામાં ધરાશાયી થયા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures