Gandhigram

  • રાજકોટ શહેરના ગાંધીગ્રામ (Gandhigram) વિસ્તારમાં પિતાએ સગી દીકરીને માથામાં કપડાં ધોવાનો ધોકો મારીને હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે.
  • દીકરીનો એક મુસ્લિમ યુવક સાથે પ્રેમ સંબંધ હતો.
  • 20 વર્ષીય યુવતી છેલ્લા એક કે દોઢ વર્ષથી મુસ્લિમ યુવકને પ્રેમમાં હતી.
  • તો પિતાને આ સંબંધ મંજૂર ન હતો. તેથી પુત્રી અવાર-નવાર આ યુવક સાથે રહેવા જવાની જીદ કરી હતી.
  • તેથી પિતાએ આવેશમાં આવીને આ જે પુત્રીના માથામાં લાકડાનો ફટકો મારી દીધો હતો.
  • આ બાદમાં યુવતીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.
  • પરંતુ અહીં યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
  • શહેરના ગ્રાંધીગ્રામ (Gandhigram) શાહનગર-4 ખાતે રહેતા ગોપાલભાઈ નકુમે તેની સગી દીકરી ઇલા નકુમને માથામાં લાકડાનો ધોકો માર્યો હતો.
  • તેમના પાડોશમાં રહેતા વ્યક્તિએ આ અંગેની જાણ 108ને કરી હતી.
  • આ બાદમાં ઇલાને બેભાન અવસ્થામાં હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.
  • જો કે, હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ઇલાએ દમ તોડી દીધો હતો.
  • દીકરીના માથામાં લાકડાનો ધોકો માર્યા બાદ પિતા ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
  • આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરાર ગોપાલની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી.
  • પોલીસની પૂછપરછમાં ગોપાલે સ્વીકાર કર્યો હતો કે તેની દીકરીને શિવપરા ખાતે રહેતા ફરદીન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો.
  • આ મામલે છોકરા પક્ષ અને છોકરી પક્ષના લોકો એકઠા થયા હતા અને બંનેને સમજાવ્યા હતા.
  • જોકે, ઇલા સમજી ન હતી અને આજે તેણે ફરીથી ફરદીન સાથે જવાની જીદ પકડી હતી.
  • જે બાદમાં આવેશમાં આવી પિતાએ તેના પર હુમલો કર્યો હતો.
  • દીકરી લોહીલુહાણ થઈને ઘરમાં જ ફસડાઈ હતી પડી.
  • જે બાદમાં ગોપાલ ત્યાંથી ભાગી ગયો હતો.
  • એવી પણ વિગત મળી છે કે ગોપાલ પહેલા શિવપરા ખાતે રહેતો હતો.
  • પરંતુ દીકરીને પ્રેમ સંબંધ બંધાતા તેણી ઘર બદલ્યું હતું અને 15 દિવસ પહેલા અહીં રહેવા માટે આવ્યા હતા.
  • ગોપાલે પોલીસને જણાવ્યું હતું કે આજે સવારે દીકરીએ નાસ્તો કરવાનો ઇન્કાર કર્યો હતો.
  • ફરદીન સાથે લગ્ન કરવાની જિદમાં તે કંઈ ખાતી-પીતી ન હતી.
  • આ વાતને લઈને સવારે પિતા-પુત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
  • જે બાદમાં પિતાએ આવેશમાં આવીને દીકરી પર ધોકાથી હુમલો કર્યો હતો.
  • તેમજ ઇલાની માતાનું પણ એક મહિના પહેલા બીમારીથી મોત થયું હતું
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024