municipality

  • પાટણ જિલ્લાની નગલિકાઓ (municipality) માં વિકાસ કાર્યો માટે રૂ.૬.૧૨ કરોડ કરતાં વધુ રકમના ચેક વિતરણ કરાયા
  • શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે જિલ્લાની પાંચ નગરપાલિકાઓ (municipality) ના પ્રમુખશ્રીઓ અને ચીફ ઑફિસરશ્રીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા
  • મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂ.૧૦૦૦ કરોડથી વધુની ફાળવણી
  • જિલ્લા સેવા સદન ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે જિલ્લાની પાંચ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ તથા ચીફ ઑફિસરશ્રીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા.
  • ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લાની નગરપાલિકા (municipality) વિસ્તારના વિકાસ કાર્યો માટે કુલ રૂ.૬.૧૨ કરોડ કરતાં વધુ રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા.
municipality
  • પારદર્શી અને લોકાભિમુખ વહિવટની નેમને સાર્થક કરનાર રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે
  • ત્યારે રાજ્યભરની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કુલ રૂ.૧,૦૦૦ કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે.
  • જે અંતર્ગત પાટણ ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, સાંસદશ્રી ભરતસિંહજી ડાભી તથા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં ચેક વિતરણ સમારોહ યોજાયો હતો.
municipality
  • આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી રાજ્યના વિકાસની વણથંભી યાત્રાને આગળ વધારી શહેરોના સંતુલિત વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
  • આજે ૪૫ ટકા કરતાં પણ વધુ વસ્તિ શહેરોમાં વસવાટ કરે છે
  • ત્યારે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્રને સાર્થક કરી રાજ્ય સરકાર તમામ પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા કૃતનિશ્ચયી છે.
municipality
  • વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પૈસાના અભાવે રાજ્યમાં વિકાસના કોઈ કામો અટકશે નહીં.
  • શુદ્ધ પીવાનું પાણી, ભુગર્ભ ગટર, પાકા રસ્તાઓ, ફાટકમુક્ત શહેર અને તળાવોના બ્યુટીફિકેશન સાથે શહેરો રહેવા અને માણવા લાયક બને તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.
  • કોરોનાના કપરાકાળમાં પણ આ વિકાસયાત્રા અટકે નહીં તથા વોટર સરપ્લસ અને વૃક્ષ જતન દ્વારા શહેરો ક્લિન એન્ડ ગ્રીન બને તે દિશામાં તમામ મહાનગરપાલિકાઓ (municipality) અને નગરપાલિકાઓએ સતત કાર્યરત રહેવાનું છે.
  • સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાટણ જિલ્લાની પાટણ નગરપાલિકાને રૂ.૨.૫૦ કરોડ, સિદ્ધપુર નગરપાલિકાને રૂ.૧.૫૦ કરોડ, રાધનપુર નગરપાલિકાને રૂ.૧,૧૨,૫૦,૦૦૦, હારીજ નગરપાલિકાને રૂ.૫૦ લાખ તેમજ ચાણસ્મા નગરપાલિકાને રૂ.૫૦ લાખની રકમની ફાળવણી કરવામાં આવી છે.
  • તમામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તથા ચીફ ઑફિસરશ્રીઓને વિકાસકાર્યો માટેની રકમના ચેક કેબિનેટ મંત્રીશ્રી, સાંસદશ્રી તથા જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024