Vijayawada

  • આંધ્ર પ્રદેશના વિજયવાડા (Vijayawada) ના કોવિડ સેન્ટરમાં આગ લાગી ગઈ.
  • અગ્નિશામક દળે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે.
  • વિજયવાડા (Vijayawada) ની હોટલનો ઉપયોગ કોવિડ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો હતો. અને ત્યાં આગ લાગી હતી.
  • જો કે, હોટલની અંદર ફસાયેલા અન્ય લોકોને પણ સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.
  • તથા આ દુર્ઘટના હોટલ સ્વર્ણ પેલેસમાં બની. હોટલમાં 40 લોકો હોવાના અહેવાલ હતા.
  • જેમાં 30 કોરોના દર્દી અને 10 લોકો હૉસ્પિટલનો સ્ટાફ હતો.
  • વિજયવાડા (Vijayawada) પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે અને 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
  • તથા ખૂબ જ મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
  • તેમજ ઘાયલોને સારવાર માટે નજીકની સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી પોતે આ દુર્ઘટના પર નજર રાખી રહ્યા છે અને તેઓએ પ્રશાસનને ઘાયલોની સારવાર માટે નિર્દેશ આપ્યા છે.
  • અત્યારે આગ પર કાબૂ મેળવ્યા બાદ સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.
  • મળતી જાણકારી મુજબ, હોટલમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.
  • ફાયર વિભાગના અધિકારીઓ મુજબ, આગ સવારે 5 વાગ્યે લાગી હતી.
  • વિજયવાડા (Vijayawada)આગ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે.
  • શોક જાહેર કરતાં કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને શક્ય તમામ મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે.
  • વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું કે, વિજયવાડાના એક કોવિડ કેર સેન્ટરમાં આગ લગવાથી દુઃખી છું.
  • મારી પ્રાર્થના એ લોકોની સાથે છે જેઓએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે.
  • હું પ્રાર્થના કરું છું કે ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થઈ જાય.
  • આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીજીની સાથે હાલની સ્થિતિ પર ચર્ચા કરી અને શક્ય તમામ સહયતાનું આશ્વાસન આપ્યું છે.

  • પ્રત્યક્ષદર્શીઓ મુજબ, હોટલમાં આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ડરના કારણે હોટલની બારીઓથી લોકો નીચે કૂદી પડ્યા.
  • આ દરમિયાન અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે.
  • આગથી પોતાને બચાવવા માટે અનેક લોકો હોટલની છત પર જતા રહ્યા અને ત્યાંથી લટકતા જોવા મળ્યા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024