Last 24 Hours
- છેલ્લા 24 કલાક (Last 24 Hours) માં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
- હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
- છેલ્લા 24 કલાક (Last 24 Hours) માં રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
- જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.
- જો કે, ઘણાં વિસ્તારોમાં ધોધમાર તો ઘણાં વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો.
- તેમજ ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
- આ ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ અને નડિયાદમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.
- ખેડાના નડિયામાં 4.5 ઈંચ, આણંદના તારાપુરમાં 4.4 ઈંચ અને ખંભાતમાં 4.3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

- છોટા ઉદેપુરમાં 6 ઈંચ, વડોદરાના પાદરામાં 4.5 ઈંચ વરસાદ, ખેડાના નડિયાદમાં 4.5 ઈંચ વરસાદ, આણંદના તારાપુરમાં 4.4 ઈંચ વરસાદ નોંધાયો છે.
- આણંદના ખંભાતમાં 4.3 ઈંચ વરસાદ, સાબરકાંઠાના તલોદ, છોટા ઉદેપુરના સંખેડા, પાટણમાં 4.2 ઈંચ વરસાદ, આણંદમાં 3.9 ઈંચ વરસાદ વરસ્યો છે.
- પાટણના સરસ્વતી, પંચમહાલના જાંબુઘોડા, છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે.
- અરવલ્લીના ધનસુરા, બનાસકાંઠાના વડગામમાં 3.5 ઈંચ વરસાદ
- છોટા ઉદેપુરના બોડેલીમાં, પંચમહાલના હાલોલમાં, પાટણના સિદ્ધપુરમા, 3.3 ઈંચ વરસાદ નોંધાયો છે.
- સાબરકાંઠાના પ્રાંતિજ, પાટણના રાધનપુર, આણંદના બોરસદ, ખેડાના વસો, આણંદના પેટલાદમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
- અમદાવાદ બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.
- અમદાવાદમાં 24 કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
- ઓઢવમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.
- તેમજ સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તલોદમાં નોંધાયો છે.
- છેલ્લા 24 કલાક (Last 24 Hours) માં તલોદમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો તો પ્રાંતિજમાં 3, વિજયનગર, હિંમતનગરમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો.
- ખેડબ્રહ્મમાં પોણા 2 ઈંચ, ઈડર-પોશીનામાં 1-1 ઈંચ વરસાદ પડ્યો તો વડાલીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો.
- જો કે, અત્યારે પણ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે.
- લાંબા વિરામ બાદ સાબરકાંઠામાં વરસાદ વરસતા પાકને જીવતદાન મળ્યું છે.
- તેને કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
- ગાંધીનગરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.
- ગાંધીનગરના સેક્ટર 22, સેક્ટર 24, સેક્ટર 16 સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow