Weapons

  • જે રક્ષા હથિયારો (Weapons) ભારત થોડાંક મહિનાઓ પહેલાં બીજા દેશોમાંથી મંગાવતું હતું.
  • જેવા કે, અસોલ્ટ રાઇફલ, આર્ટિલરી ગન, રડાર, હળવા જંગી હેલિકોપ્ટર તે હવે નહિ મંગાવે.
  • રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની તરફથી એક મોટું પગલું ભરતા ભારતે એવી 101 રક્ષા વસ્તુઓ (Weapons) ની આયાત પર પ્રતિબંધ મુક્યો છે.
  • તથા ભારત હવે પોતાની જરૂરિયાતની વસ્તુ અને હથિયારો જાતે જ બનાવશે.
  • કેન્દ્ર સરકાર દ્વારા જાહેર આ પ્રતિબંધ તબક્કાવાથી ડિસેમ્બર 2025 સુધીમાં લાગૂ થશે.
  • રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે ટ્વીટ કરીને આ વિશેની જાણકારી આપી હતી.
  • લૉકડાઉન દરમિયાન પોતાના એક સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 મે 2020ના આત્મનિર્ભર ભારતનું આહ્વાન કર્યું હતું.
  • PM મોદીની આ અપીલ પર કામ કરતા સૈન્ય મામલાના મંત્રાલય (DMA) અને રક્ષા મંત્રાલયે 101 સામાનોનું લિસ્ટ બનાવ્યું છે. આની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે.
  • તેમજ 101 સાધનો અને હથિયારો (Weapons) ની યાદીમાંથી 69ની આયાત પર તો ડિસેમ્બર 2020થી જ પ્રતિબંધ લાગી જશે. 
  • રક્ષામંત્રાલયના આ નિર્યણની સાથે જ હવે આર્ટિલરી ગન, જમીનથી હવામાં માર કરનાર નાના અંતરની મિસાઇલો, શિપથી છોડી શકાતી ક્રૂઝ મિસાઇલો, અસોલ્ટ રાઇફલ, હળવા લડાકુ હેલિકોપ્ટર, રડાર, બેલેસ્ટિક હેલમેટ, બુલેટ પ્રૂફ જેકેટ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની આયાત કરશે નહીં.
  • તેમજ નવી રક્ષા નીતિ અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તેને પોતાના દેશમાં જ બનાવાશે.
  • રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ નિર્ણયની માહિતી આપતા કહ્યું કે આયાત પર પ્રતિબંધ મૂકતા પહેલાં તેના પર મંથન કરાયું.
  • સેનાની ઓપરેશનલ એક્ટિવિટી પ્રભાવિત ના થાય અને આ સામાનોને નક્કી સમયમર્યાદાની અંતર્ગત ભારતમાં જ તૈયાર કરી શકાય.
  • ડિસેમ્બર 2021 બાદ ભારત વ્હિલ્ડ આર્મર્ડ ફાઇટિંગ વ્હિકલ, લાઇટ મશીન ગન, અસોલ્ટ રાઇફલ, માઇન એન્ટી ટેન્ક, માઇન એન્ટી પર્સનલ બ્લાસ્ટ, ગ્રેનેડ જેવી હાઇ ટેકનોલોજીની આયાત પર પ્રતિબંધ મૂકી દેવાશે અને તેનું દેશમાં જ ઉત્પાદન શરૂ કરી દેવાશે.
  • તથા ડિસેમ્બર 2022 સુધીમાં ભારત અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર, હળવા રોકેટ લોન્ચની આયાત પર પ્રતિબંધ મૂકી દેવાશે.
  • તો ડિસેમ્બર 2023 સુધીમાં Beyond Visual Range Air to Air મિસાઇલ, કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-7C, બેઝિક ટ્રેનર એરક્રાફ્ટની આયાત પર પ્રતિબંધ મૂકવાના છે.
  • ડિસેમ્બર 2024થી ભારત નાના જેટ એન્જિનની આયાત પર પ્રતિબંધ મૂકી દેશે.
  • તો આ સાથે ડિસેમ્બર 2025થી ભારત લાંબા અંતરના લેન્ડ એટેક ક્રૂઝ મિસાલઇની ખરીદી પણ રોકી દેશે.
  • સ્થાનિક રક્ષા ક્ષેત્રને મળશે 4 લાખ કરોડનો ઓર્ડર મળશે.
  • તમને જણાવી દઇએ કે રક્ષા બજેટમાં 52000 કરોડના ભારે ભરખમ સ્થાનિક બજારમાંથી રક્ષા સાધનો (Weapons) ની ખરીદી માટે ફાળવણી કરી છે.
  • એક અંદાજ પ્રમાણે સરકાર દ્વારા આ પોલિસીને લાગૂ કર્યા બાદ આવતા 6 થી 7 વર્ષમાં દેશની સ્થાનિક ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝને 4 લાખ કરોડનો ઓર્ડર મળશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024