Janmashtami

આ વખતની જન્માષ્ટમી (Janmashtami) એ પ્રથમ વખત બુદ્ધાષ્ટમી અને સર્વાર્થ સિદ્ધ યોગ હોવાથી વિશેષ બની જશે. જો કે, આવો યોગ 1993માં રચાયો હતો. 27 વર્ષની લાંબી અવધી બાદ આવા યોગ ફરી રચાતા માખણચોર નંદલાલાનો જન્મદિવસ (Janmashtami) ખાસ બની જવાનો છે. જ્યોતિષીઓ કહે છે કે તુલા, મકર અને મીન રાશિના જાતકોને આ યોગનો વધુ ફાયદો થવાનો છે.

12 ઓગસ્ટ બુધવારે જન્માષ્ટમી (Janmashtami) ની ઉજવણી કરાશે. જન્માષ્ટમી (Janmashtami) નો તહેવાર આ વખતે ખુબ વિશેષ છે કારણ કે 27 વર્ષ પછી એક ખૂબ જ અદ્ભૂત સંયોગ રચાઇ રહ્યો છે.

મેષ રાશિ
મેષ રાશિના જાતકોને પ્રેમ સંબંધોમાં આવતી અડચણો દૂર થશે. તેમજ લાંબા સમયથી ચાલતી કામગીરી પૂર્ણ થશે. ભગવાન શ્રીકૃષ્ણની ગાયના દૂધથી પૂજા કરો. પંચામૃત ચડાવો. શ્રી કૃષ્ણની ઉપાસનાથી તમને લાભ થશે.

વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોની ખુશીઓમાં વધારો થશે. બાલ ગોપાલનો લસ્સીથી અભિષેક કરો બાલ ગોપાલને માખણને મિસરી અર્પણ કરો. શ્રી કૃષ્ણને સફેદ રંગ પસંદ છે અને તમારી રાશિનો સ્વામી શુક્ર છે આથી આ ઉપાય જરૂર કરજો.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોની લાંબા સમયથી ચાલતી ઇચ્છાઓ પૂર્ણ થશે. મિથુન રાશિના જાતકોએ શ્રીકૃષ્ણને મિસરી અર્પણ કરવી. શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરો. તમારા બધા કાર્યો પૂરા થશે.

કર્ક રાશિ
મિથુન રાશિના જાતકોને રોગોથી રાહત મળશે ભવિષ્યની યોજનાઓ લાભ આપશે.જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. દૂધમાં તુલસી નાખી ભગવાનને અર્પણ કરો. ભગવાન શ્રીકૃષ્ણની કાચા દૂધથી અભિષેક કરો.

સિંહ રાશિ
મિથુન રાશિના જાતકોના લગ્નજીવનમાં સમસ્યા સમાપ્ત થશે. વિવાહિત જીવનમાં સુખ આવશે. સિંહ રાશિના જાતકોએ શ્રી કૃષ્ણનું પરાણીયુ ઝુલાવવુ. તથા કેસર વાળી બરફી ધરાવવી ગુલાબ જળથી ભગવાને અભિષેક કરો.

Janmashtami

કન્યા રાશિ
કન્યા રાશિ જાતકોને ભાગ્ય સાથ આપશે સૌભાગ્યવાન બનશો. વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવશે. કન્યા રાશિના જાતકોએ લાડુ ધરાવવો. શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરો.

તુલા રાશિ
તુલા રાશિના જાતકોની પૈસાની સમસ્યાઓ દૂર થશે. પૈસાની ચિંતા દૂર થશે. ભગવાન શ્રી કૃષ્ણને સફેદ માખણ અર્પણ કરો. કાચી લસ્સીથી શ્રી કૃષ્ણનો અભિષેક કરો.

વૃશ્ચિક રાશિ
તમારા બધા કાર્યો ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. દુશ્મનોના કાવતરાં નિષ્ફળ જશે. વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને ગાયનું દૂધ અર્પણ કરવું જોઈએ. પંચામૃતથી ભગવાન શ્રીકૃષ્ણના અભિષેક કરો.

Janmashtami

ધનુ રાશિ
ધનુ રાશિના જાતકોને સ્વજનો તરફથી સારા સમાચાર મળી શકે છે. પરિચિતો સાથેનો વાદ સમાપ્ત થઈ શકે છે. ચણાના લોટની બરફી લાલાને ધરાવો. બાલ ગોપાલને હળદરનાં દૂધથી અભિષેક કરો.

‘જીગલી’ તરીકે ફેમસ યુટ્યુબર ધવલ સહિત 5 લોકોની થઈ ઘરપકડ,જાણો

મકર રાશિ
મકર રાશિના જાતકો એકાગ્રતામાં વધારો થશે. કારકિર્દીમાં પ્રગતિ મળશે. મકર રાશિના જાતકોએ કૃષ્ણ ભગવાનને પારણીયે ઝુલાવવા જોઈએ. કૃષ્ણને ગંગા જળથી અભિષેક કરો.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોના ઘરમાં ખુશીઓ રહેશે. ઘરના સભ્યો ભાગ્યશાળી રહેશે. શુદ્ધ દેશી ઘીની મીઠાઇ સાથે દ્વારિકાધીશને અર્પણ કરવી જોઈએ. તેમને પંચામૃતથી અભિષેક કરવું.

મીન રાશિ
મીન રાશિના જાતકોને વ્યવસાયમાં સફળતા મળશે. તથા જીવનની મોટી મુશ્કેલીઓ દૂર થશે. મીન રાશિના જાતકોએ લાલાને બરફી ધરાવો.તેમને કેસરના દૂધથી અભિષેક કરો.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024