Panchmahal

પંચમહાલ (Panchmahal) માં ગઇકાલે રાતે ભારે વરસાદ પડ્યો હતો. તથા જાંબુઘોડામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વરસાદને પગલે જાંબુઘોડાના કણજીપાણી ગામમાં એક કાચુ મકાન ધરાશાયી થયું છે. જેમાં એક જ પરિવારનાં પિતા, પુત્ર અને દાદીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનનો બચાવ થયો છે. આ ઘટનાને કારણે આખા પંથકમાં માતમ છવાઇ ગયો છે. જો કે, આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Panchmahal

રવિવારે પંચમહાલ (Panchmahal) જિલ્લાના જાંબુઘોડામાં 4 ઇંચ, હાલોલમાં 3.5 ઇંચ, મોરવા હડફમાં 2.5 ઇંચ, વરસાદ થયો હતો. તથા ઘોઘંબામાં 2.5 ઇંચ, ગોધરામાં દોઢ ઇંચ, શહેરમાં એક ઇંચ અને કાલોલમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

Panchmahal

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામમાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 4 સભ્ય દટાયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો તૂટેલા ઘર તરફ દોડી ગયા હતા. તેમજ ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. જોકે કાટમાળમાંથી 70 વર્ષીય વૃદ્ધા, 40 વર્ષીય પુરૂષ અને 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે સદનસીબે પરિવારના એક યુવાનને સામાન્ય ઇજાઓ પહોંચી છે પરંતુ તે સલામત છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો કણજીપાણી ગામમાં પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024