Paytm
રાજ્યમાં આજકાલ ઓનલાઈન છેતરપિંડીના કેસો વધી રહ્યા છે. ત્યારે Paytm માં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર 2 આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. તે આરોપીઓએ દેશભરમાં 25 લાખથી વધુ લોકોને મેસેજ કરી પોતાના જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે.
માહિતી પ્રમાણે, Paytm માં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર આરોપી સોહિલ સોકતખાન પઠાણ માસ્ટર માઈન્ડ છે. પરંતુ સાયબર ક્રાઇમે અન્ય આરોપી મોહસીન ખાનના બેંક એકાઉન્ટથી સોહિલ ખાન સુધી પહોંચી શકી છે.
જો કે, આરોપી આમ તો માત્ર 12મું ધોરણ પાસ છે. પરંતુ છેલ્લા 2 વર્ષમાં તેને ફ્રોડ ગેંગ સાથે મળીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપી ગેટવેના મદદથી હોરિઝોન નામની એપની મદદથી ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ,પંજાબ અને દિલ્હી, બિહાર, બંગાળના લોકોને મેસેજ કરતો હતો.
અલગ અલગ રાજ્યોના અન્ય આરોપીઓ ભોગ બનનારને ટિમ વ્યુયર ડાઉનલોડ કરાવી તેમના ખાતાની માહિતી જાણી રૂપિયાની છેતરપીંડી કરતા. તથા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ગુજરાતમાં જ 1 કરોડથી વધુની છેતરપીંડી કરી ચુક્યો છે. આ સાથે જ 25 લાખ લોકોને મેસેજ પણ મોકલી ચુક્યો છે.
પ્રાથમિક તપાસમાં આરોપીએ 200થી વધારે ગુના આચર્યા હોવાનું સામે આવ્યુ છે. પોલીસને આરોપી પાસેથી 8 બેંક એકાઉન્ટ 58 લાખ રોકડ રૂપિયા, છેતરપીંડીના રૂપિયાથી લીધેલ કાર, બાઈક અને દુકાન સહિત અન્ય મુદામાલ મળી આવ્યા છે. આરોપીને એક મેસેજ પેટે 2 રૂપિયા મળતાં હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલ તો 200 ગુનાનો ભેદ ઉકેલાયો છે. પરંતુ આ આંકડો હજારોમાં જઈ શકે છે. પોલીસ આ ગેંગના અન્ય માસ્ટર માઈન્ડ ઝારખંડ અને અન્ય રાજ્યોમાં બેઠેલા છે. તથા તેમને પકડવા માટે કાર્યવાહી હાથ ઘરી છે. તેમજ આ મામલે આઈટીને પણ જાણ કરવામાં આવી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow