Bengaluru
બેંગલુરુ (Bengaluru)માં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી વિવાદિત પોસ્ટને લઈ હિંસાનો માહોલ સર્જાયો હતો. રાજ્ય સરકારે આ સમગ્ર હિંસાને સુનિયોજિત ગણાવી છે. આ હિંસામાં અનેક સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. હિંસા દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે બુધવારે હિંસાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટથી કરાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન કર્ણાટક સરકારે હિંસા દરમિયાન સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓથી કરાવવામાં આવે તેવો નિર્ણય લીધો છે.
કૉંગ્રેસ ધારાસભ્યના કથિત સગા દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી વિવાદિત પોસ્ટથી નારાજ થઈને તોડફોડ અને હિંસાનો માહોલ સર્જાયો હતો. પોલીસે હિંસા પર ઉતરેલી ભીડને વિખેરવા માટે ફાયરિંગ કરતા ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે.
આ પણ જુઓ : Tax : ઈમાનદારીપૂર્વક ટેક્સ ચુકવનારા માટે પીએમ મોદી શરૂ કરશે આ યોજના
બેંગલુરુ (Bengaluru)ના પોલીસ કમિશ્નર કમલ પંતના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા કરાયેલ ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થયા છે. પુલાકેશી નગરમાં થયેલા આ તોફાનોના સંદર્ભમાં 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે બેંગલુરુ પોલીસ કમિશનર કમલ પંતે જણાવ્યું કે, બેંગલુરુમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. જ્યારે ડીજે હાલી અને કેજી હાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. પોલીસ અને લોકો વચ્ચેની ઝડપમાં 1 એસીપી સહિત 60 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.
તેમણે જણાવ્યું કે, એક ઓનલાઇન પોસ્ટના વિવાદમાં મંગળવાર રાત્રે શરૂ થયેલી હિંસા બુધવાર વહેલી સવાર સુધી ચાલી હતી. તેમાં લગભગ 50 પોલીસકર્મી સહિત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
આ પણ જુઓ : H1B visa ધારકોને મોટી રાહત, અમેરિકાએ લીધો આ નિર્ણય
ગુસ્સે ભરાયેલી ભીડે પુલાકેશી નગરના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના નિવાસસ્થાન પાર હુમલો કર્યો હતો. ઘટનાના સમયે ધારાસભ્ય પોતાના ઘરે નહોતા. તેમના મકાનને આગ લગાડી દેવામાં આવી. ઉપરાંત ડીજે હાલી પોલીસ સ્ટેશનને હિંસા માટે નિશાન બનાવ્યા. બેકાબુ ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો છે. આ મામલે મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે, જે રીતે હિંસા ભડકી છે, તેનાથી જાણી શકાય છે કે આ સુનિયોજિત હતી અને તેનો ઉદ્દેશ્ય શહેર અને અન્ય હિસ્સામાં પણ હિંસા ભડકાવવાનો હતો. આ લોકો દેશદ્રોહી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow