Prashant Bhushan
સુપ્રીમ કોર્ટે દેશના સિનિયર અને વિદ્વાન ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણ (Prashant Bhushan)ને કોર્ટના તિરસ્કારના કેસમાં દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે જાહેર કર્યું હતું કે 20મી ઑગષ્ટે તેમને થનારી સજાની સુનાવણી થશે.
પ્રશાંત ભૂષણે (Prashant Bhushan) 27 જૂનના રોજ ચીફ જસ્ટિસ એસ એ બોબડે અને સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ ટ્વીટ કરી હતી. એ પહેલાં પ્રશાંત ભૂષણે 2009માં એક સભામાં કહ્યું હતું કે પચાસ ટકા ભૂતપૂર્વ જજો ભ્રષ્ટ હતા. ઉપરાંત વારંવાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની પણ તેઓ ટીકા કરતા હતા. તેમની દલીલ એવી હતી કે દરેક નાગરિકને લોકશાહીમાં કોર્ટના ચુકાદાની ટીકા કરવાનો અધિકાર હતો. જજ પણ આખરે તો માણસ છે. એમની પણ ભૂલ તો થઇ શકે.
આ પણ જુઓ : Pok માં ચીનના પ્રોજેક્ટના વિરોધમાં રેલી કાઢી, જાણો વિગત
આ મામલે પ્રશાંત ભૂષણે કોર્ટે વારંવાર ચેતવ્યા હતા કે તમે સુપ્રીમ કોર્ટનો તિરસ્કાર થતો હોય એ પ્રકારની ટ્વીટ કરો છો જે યોગ્ય નથી.
પ્રશાંત ભૂષણ વતી સિનિયર એડવોકેટ દુષ્યંત દવેએ એવી દલીલ કરી હતી કે જજ દ્વારા માનવસહજ ભૂલો થાય એ સ્વાભાવિક છે. ન્યાયતંત્રે સહજ અને પ્રામાણિક ટીકા માટે કોઇને સજા ન કરવી જોઇએ.
આ પણ જુઓ : PMO એ 15મી ઑગસ્ટ પર દેશવાસીઓ પાસે માંગ્યું આ વચન
છેલ્લી સુનાવણીમાં પ્રશાંત ભૂષણે પોતાના બચાવમાં કહ્યું હતું કે મેં ભ્રષ્ટ શબ્દ વાપર્યો એ આર્થિક ભ્રષ્ટાચારની વાત નહોતી, પોતાનું કાર્ય દક્ષતાથી કરવામાં નિષ્ફળતાના અર્થમાં કહ્યું હતું. તેમણે પોતાના વક્તવ્ય અને ટ્વીટ બદલ માફી માગી હતી પરંતુ કોર્ટે એ માફી સ્વીકારતા તેમને કોર્ટના તિરસ્કાર માટે દોષિત ઠરાવવામાં આવ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.