PMO

PMO

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMO)એ આજે દેશના ઇમાનદાર ટેક્સપેયર્સ માટે ‘પારદર્શી ટેક્સ વ્યવસ્થા-ઇમાનદારોને સમ્માન’ નામથી યોજના લોન્ચ કરી. તે ઉપરાંત તેમણે 15મી ઑગસ્ટ પર દેશવાસીઓ પાસે કંઇક માંગ્યું પણ છે. જેમાં તેમણે પીએમે લોકોને ઇમાનદારીથી ટેક્સ ભરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લાં છ-સાત વર્ષમાં ટેક્સ રિટર્ન ભરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. તેમ છતાંય 130 કરોડની વસ્તીવાળા દેશમાં દોઢ કરોડ લોકો જ ઇન્કમ ટેક્સ જમા કરાવે છે.

આ પણ જુઓ : Corona Vaccine : રશિયા નવેમ્બરમાં ભારતને આપી શકે છે કોરોના વેક્સીન

પીએમ મોદી (PMO)એ કહ્યું, આજે હું દેશવાસીઓને આગ્રહ કરીશ કે આના પર આપણે બધા એ ચિંતન કરવાની જરૂર છે. આ આત્મનિર્ભર ભારત માટે જરૂરી છે. આ જવાબદારી દરેક હિન્દુસ્તાનીની છે. જે ટેક્સ આપવામાં સક્ષમ છે પરંતુ હજુ તેઓ ટેક્સ નેટમાં નથી. તેઓ પોતાની પ્રેરણાથી આગળ આવે અને પોતાના આત્માને પૂછે અને આગળ વધે. ઉપરાંત તેમણે કહ્યું, હવે બે દિવસ બાદ 15 ઑગસ્ટ છે. આઝાદી માટે જીવ આપી દેનારાઓને યાદ કરો. તમને લાગશે કે મારે પણ દેશ માટે કંઇક કરવું જોઇએ.

પીએમે કહ્યું કે, આ જવાબદારી માત્ર ટેક્સ વિભાગની જ નથી. આ જવાબદારી દરેક દેશવાસીની છે. તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી એવા પગલાં ભરવામાં આવી રહ્યા છે કે કમ સે કમ કાયદો હોય અને જે કાયદો છે તે ખૂબ જ સ્પષ્ટ હોય. તેનાથી ટેક્સપેયર્સ પણ ખુશ થાય છે.

આ પણ જુઓ : Taxpayers માટે પીએમ મોદીએ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, જાણો વિશેષતા

પીએમે કહ્યું કે 21મી સદીની ટેક્સ સિસ્ટમની ‘Transparent Taxation – Honoring The Honest’ આ નવી વ્યવસ્થાનું આજે લોકાર્પણ કર્યું છે. આ પ્લેટફોર્મમાં ફેસલેસ સ્ટેટમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટરની યોજના છે. ફેસલેસ સ્ટેટમેન્ટ અને ટેક્સપેયર્સની સુવિધા આજથી શરૂ થઇ ગઇ છે. ફેસલેસ અપીલની સુવિધા 25 સપ્ટેમ્બરથી આખા દેશના નાગરિકો માટે ઉપલબ્ધ થઇ જશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024